News Updates
KUTCHH

Kutch:40 કરોડ રુપિયાથી વધુ મુન્દ્રા પોર્ટ પરથી  પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો

Spread the love

ગુજરાતમાં મોટાભાગે આરોપીઓ દરિયાકાંઠા વિસ્તારમાંથી નશાકારક વસ્તુઓની હેરાફેરી કરતા હોય છે. ત્યારે ફરી એક વખત કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં નશાનો કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં મોટાભાગે આરોપીઓ દરિયાકાંઠા વિસ્તારમાંથી નશાકારક વસ્તુઓની હેરાફેરી કરતા હોય છે. ત્યારે ફરી એક વખત કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

મુન્દ્રા પોર્ટ પરથી 40 કરોડથી વધુની કિંમતની ટ્રામાડોલ ગોળીનો જથ્થો મળી આવ્યો છે. મુન્દ્રા કસ્ટમની SIIB શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. બે કન્ટેનરની તપાસ કરતા પ્રતિબંધિત દવાની જગ્યાએ મિસ ડીકલેરેશન કરાયું હતું. સૌરાષ્ટ્રના નિકાસકાર દ્વારા મોકલવામાં આવેલા કન્ટેનરની તપાસ કરતા દવાનો જથ્થો મળ્યો છે. અગાઉ પોર્ટ પરથી આજ પ્રકારનો કરોડોનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.


Spread the love

Related posts

સૌરાષ્ટ્રના બંદરો પર 9 નંબરનું સિગ્નલ:દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાં અને વરસાદનું ઓરેન્જ એલર્ટ, રહેણાક વિસ્તારોમાં ભારે નુકસાન, કચ્છમાં કલમ 144 લાગુ

Team News Updates

વિશ્વ ગર્ભ નિરોધક દિવસ:ગર્ભ નિરોધક સાધનો અપનાવી મહિલાઓનું સ્વાસ્થ્ય સ્વસ્થ બનાવી શકાય: સ્ત્રી રોગ નિષ્ણાત

Team News Updates

GUJARAT:વાસુકી નાગના મળ્યા અવશેષો કચ્છમાંથી,વૈજ્ઞાનિકોએ અશ્મિ સીલ કર્યા,ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ છે મોટા

Team News Updates