કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન આવતીકાલ તા. 18 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતેથી NPS-વાત્સલ્ય યોજનાનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય લાંબા ગાળાના નાણાકીય આયોજનને પ્રોત્સાહન આપવાનો અને નાની ઉંમરથી જ બાળકના નાણાંકીય ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરવાનો છે.
નાબાર્ડે બેંક ઓફ બરોડાના સહયોગથી લીડ બેંક દ્વારા બરોડા ભવન, બેંક ઓફ બરોડા, અલકાપુરી, વડોદરા ખાતે તા. 18 સપ્ટેમ્બર, 2024 ના રોજ બપોરે 1 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન મેજિક શો જેવી મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા યોજના અંગે શાળાના બાળકોમાં NPS-વાત્સલ્ય યોજના અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
આ યોજના માતાપિતા અથવા વાલીઓને તેમના બાળકની ભાવિ નિવૃત્તિ બચતમાં યોગદાન આપવા છે. જ્યારે બાળક 18 વર્ષનું થઈ જાય પછી, ખાતું નિયમિત NPS ખાતામાં રૂપાંતરિત થશે અને નિવૃત્તિ બચતની રકમ સરળ રીતે નિયમિત મળતી રહેશે.