News Updates
ENTERTAINMENT

ટૉપ ગિયરમાં ગાડી પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની:બુમરાહનો ધમાકેદાર શો, 308 રનની લીડ લીધી, બાંગ્લાદેશીઓ પર પકડ મજબૂત

Spread the love

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. બીજા દિવસની શુક્રવારની રમતના અંત સુધીમાં ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવી લીધા હતા. ભારતે પ્રથમ દાવમાં 227 રનની લીડ લીધી હતી, હવે તેમની લીડ વધીને 308 રન થઈ ગઈ છે. રિષભ પંત 12 રન અને શુભમન ગિલ 33 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.

આ પહેલા બીજા દાવમાં રોહિત શર્મા 5 રન, યશસ્વી જયસ્વાલ 10 અને વિરાટ કોહલી 17 રન બનાવીને આઉટ થયા હતા. બાંગ્લાદેશ તરફથી અત્યાર સુધી મેહદી હસન મિરાજ, નાહિદ રાણા અને તસ્કીન અહેમદને 1-1 વિકેટ મળી છે.

આ પહેલાં, દિવસના પ્રથમ સેશનમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 376 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ પણ આજે ત્રીજા સેશનમાં પ્રથમ દાવમાં 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


Spread the love

Related posts

એશિયા કપ ફાઈનલમાં અધધધ… 15 રેકોર્ડ્સ બન્યા:ભારતે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી, સિરાજે સૌથી ઝડપી 5 વિકેટ ઝડપી

Team News Updates

આર્યનને મુક્ત કરવા માટે 25 કરોડની લાંચ માંગવામાં આવી:18 કરોડમાં સોદો ફાઇનલ થયો હતો, સીબીઆઈએ ટીમનું નેતૃત્વ કરી રહેલા સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો

Team News Updates

IPL 2024ના એક મહિના પહેલા આ ટીમનું હોમ ગ્રાઉન્ડ સીલ, અહીં રમાવાની હતી 3 મેચ

Team News Updates