News Updates
NATIONAL

Punjab:મૌલવીએ  પત્ની બિમાર હતી  તો આ હેવાન એ પોતાની જ દીકરીને હવસનો શિકાર બનાવી

Spread the love

શાહનગરના એક મૌલવી પર પોતાની જ દીકરી પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ શરમજનક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૌલવીની ઉંમર 55 વર્ષ અને દીકરીની ઉંમર 25 વર્ષની છે. આ બનાવથી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

પંજાબના શાહનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બાપ-દીકરીના સંબંધને શરમશાર કરતી આ ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શાહનગરના એક મૌલવી પર પોતાની જ દીકરી પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ શરમજનક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૌલવીની ઉંમર 55 વર્ષ અને દીકરીની ઉંમર 25 વર્ષની છે. આ બનાવથી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

આ અંગે જ્યારે મૌલવીની દીકરીએ તેના પિતા વિરુદ્ધ શાહ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી. દીકરીની ફરિયાદ બાદ પોલીસે મૌલવીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી તો તેણે પોતે આ ગુનો કબૂલ્યો હતો. મૌલવીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેની પત્ની બીમાર હતી, તેથી તેણે તેની પુત્રી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેણે પોતાની જ દીકરી સાથે 5-6 વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું કબૂલ્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે તેની પુત્રી સાથે આવું ઘૃણાસ્પદ કૃત્ય શા માટે કર્યું તો તેણે ભૂલ થઈ હોવાનું કબૂલ્યું હતું.

આ ઘટના બાદ શાહનગરના લોકોએ આ કૃત્યની સખત નિંદા કરી છે, જ્યારે સ્થાનિક લોકોએ દોષિતને કડક સજાની માંગ કરી છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું ઘૃણાસ્પદ કૃત્ય કરતા પહેલા સો વખત વિચારે. હાલ પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.


Spread the love

Related posts

સિનેમાગૃહોમાં વેચાતી પોપકોર્ન પર GST વસુલાય તો સરકારને રોજ આટલા લાખની થાય આવક, સમજો સમગ્ર ગણિત

Team News Updates

દેશના લોકપ્રિય મરાઠી રાજા, શિવાજી જયંતિ નિમિત્તે શિવનેરી કિલ્લાથી લઈને દિલ્હી સુધી કાર્યક્રમોનું આયોજન

Team News Updates

300 કરોડના ડ્રગ્સ કેસમાં લલિત પાટીલની ધરપકડ બાદ બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ, હવે આક્ષેપો કરનારાના મોં થશે બંધ!

Team News Updates