News Updates
ENTERTAINMENT

IND vs BAN:45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 189 રન બનાવ્યા,  યશસ્વી જયસ્વાલે શ્રેણીમાં સૌથી વધુ

Spread the love

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી શાનદાર જીત હાંસલ કરી છે. ભારતીય ટીમની આ જીતમાં યશસ્વી જયસ્વાલે મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ડાબા હાથના ઓપનરે શ્રેણીમાં સૌથી વધુ 189 રન બનાવ્યા હતા. તેણે પોતાના બેટથી 3 અડધી સદી ફટકારી અને 45 વર્ષ જૂનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ચમત્કારિક જીત નોંધાવી છે. કાનપુરમાં વરસાદને કારણે માત્ર અઢી દિવસની રમત રમાઈ શકી પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું. આ રીતે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પણ ટેસ્ટ સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરી દીધું છે. ટીમ ઈન્ડિયાની આ શાનદાર શ્રેણી જીતમાં યશસ્વી જયસ્વાલ નંબર 1 બેટ્સમેન સાબિત થયો.

આ ડાબા હાથના બેટ્સમેને શ્રેણીમાં સૌથી વધુ 189 રન બનાવ્યા હતા. તેણે ચારમાંથી ત્રણ ઈનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી અને તેની બેટિંગ એવરેજ 47.25 હતી. જયસ્વાલે કાનપુર ટેસ્ટની બંને ઈનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. જો કે આટલી શાનદાર ઈનિંગ્સ વચ્ચે યશસ્વી જયસ્વાલે એક મોટો રેકોર્ડ પણ તોડ્યો હતો.

કાનપુર ટેસ્ટની બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે ફિફ્ટી ફટકારતાની સાથે જ તે એક વર્ષમાં ઘરેલુ ટેસ્ટમાં સૌથી વધુ 50 રનની ઈનિંગ બનાવનાર ખેલાડી બની ગયો. જયસ્વાલે આ વર્ષે ઘરેલુ ટેસ્ટમાં પચાસથી વધુ રનની 8 ઈનિંગ્સ રમી છે. પ્રથમ વખત, વર્ષ 1979 માં, ગુંડપ્પા વિશ્વનાથે એક વર્ષમાં 7 વખત 50 થી વધુ રનની ઈનિંગ્સ રમી હતી. સેહવાગ, પૂજારા અને રાહુલ પણ 7-7 વખત આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા હતા.

કાનપુર ટેસ્ટમાં તેની શાનદાર ઈનિંગ બદલ યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ જીત્યા બાદ જયસ્વાલે કહ્યું કે તે માત્ર ટીમ માટે સારું કરવાનું વિચારી રહ્યો હતો. કાનપુરની સ્થિતિ ચેન્નાઈથી અલગ હતી. રોહિતભાઈએ તેને ખુલીને રમવાનું કહ્યું અને તેણે તેમ કર્યું. જયસ્વાલે કહ્યું કે તે દરેક મેચ માટે શ્રેષ્ઠ તૈયારી કરે છે.

માત્ર 11 મેચમાં તેણે 64થી વધુની એવરેજથી 1217 રન બનાવ્યા છે. જયસ્વાલે અત્યાર સુધીમાં 3 સદી અને 7 અડધી સદી ફટકારી છે. વર્ષ 2024ની વાત કરીએ તો જયસ્વાલે 66.35ની એવરેજથી 929 રન બનાવ્યા છે અને આશ્ચર્યજનક વાત એ છે કે તેનો સ્ટ્રાઈક રેટ પણ 80થી વધુ છે. જયસ્વાલે અત્યાર સુધી ચાર ટેસ્ટ શ્રેણી રમી છે અને તેમાંથી ત્રણમાં તેણે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ હોમ સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે બાંગ્લાદેશ સામે પણ આવું જ કર્યું હતું. તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં 266 રન બનાવ્યા હતા, પરંતુ દક્ષિણ આફ્રિકામાં તે નિષ્ફળ ગયો હતો. જે રીતે આ ખેલાડી રન બનાવી રહ્યો છે તે જોતાં આશા છે કે જયસ્વાલ ફાસ્ટ પિચો પર પણ જલ્દી જ વિસ્ફોટ બેટિંગ કરશે.


Spread the love

Related posts

આર્યનને મુક્ત કરવા માટે 25 કરોડની લાંચ માંગવામાં આવી:18 કરોડમાં સોદો ફાઇનલ થયો હતો, સીબીઆઈએ ટીમનું નેતૃત્વ કરી રહેલા સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો

Team News Updates

કેટી પેરી પરફોર્મ કરશે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં,424 કરોડ રૂપિયાનો વિલા બુક કરાવ્યો,આજે ક્રૂઝ પહોંચશે કાન, અંબાણી પરિવારે 5 કલાકની પાર્ટી માટે અધધ…

Team News Updates

‘OMG 2’ ફિલ્મનું ‘ઊંચી ઊંચી વાદી’ સોન્ગ રિલીઝ થયું:ભગવાન શિવની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા પંકજ ત્રિપાઠી , 11 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ

Team News Updates