News Updates
INTERNATIONAL

ભડભડ સળગી સ્કૂલબસ થાઈલેન્ડમાં:ટાયર ફાટવાને કારણે દુર્ઘટના ઘટી,25 વિદ્યાર્થી જીવતા ભડથું થયા, 5 શિક્ષક સહિત 44 સવાર હતા

Spread the love

થાઈલેન્ડમાં એક સ્કૂલબસમાં લાગેલી આગમાં 25 વિદ્યાર્થીનાં મોત થયાં છે. સમાચાર એજન્સી AFPના જણાવ્યા અનુસાર, બસમાં કુલ 44 બાળક હાજર હતાં, જેમાંથી 16ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ બચાવકર્મીઓ બાકીનાં બાળકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

જોકે ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. રોઇટર્સ અનુસાર, આ દુર્ઘટના બેંગકોકના ખુ ખોટ વિસ્તારમાં બપોરે લગભગ 12.30 વાગ્યે થઈ હતી. બસ શાળાથી પરત ફરી રહી હતી. એમાં 5 શિક્ષક પણ હાજર રહ્યા હતા.

થાઈલેન્ડના વડાપ્રધાન પટોન્ગટાર્ન શિનાવાત્રાએ અકસ્માતમાં જીવ ગુમાવનારાં બાળકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દેશના ગૃહમંત્રી અનુતિન ચર્નવિરાકુલે કહ્યું હતું કે બચાવકર્મીઓ પહોંચ્યા પછી પણ બસ એટલી ગરમ હતી કે અંદર જવું ખૂબ મુશ્કેલ હતું, જેના કારણે અકસ્માત બાદ લાશ લાંબા સમય સુધી બસમાં જ પડી રહી હતી. મૃત્યુ પામેલા લોકોની હજુ ઓળખ થઈ નથી.


Spread the love

Related posts

પ્લેન ક્રેશ નેપાળમાં: વિમાનમાં અચાનક જ આગ લાગી,કાઠમંડુ એરપોર્ટથી ટેકઓફ વખતે આ દુર્ઘટના બની,ફ્લાઇટમાં 19 લોકો હતા; 5ના મોત

Team News Updates

અમેરિકામાં મોટેલ ચલાવતા પ્રવીણ પટેલની હત્યા:સાત ભારતીયોનાં મોત બાદ હવે જગત જમાદાર અમેરિકા જાગ્યું, USએ હુમલાની નિંદા કરી, કહ્યું- ‘આવી હિંસા સ્વીકાર્ય નથી..’

Team News Updates

Toronto: ગણપતિ બાપ્પા હવે બનશે ‘કેનેડા ચા રાજા’, ટોરોન્ટો ખાતે ગણેશોત્સવની ઉજવણી માટે 16 ફૂટની મૂર્તિ મોકલવામાં આવી

Team News Updates