News Updates
INTERNATIONAL

Amulનો માસ્ટરપ્લાન  તૈયાર છે યુરોપિયન દેશો પણ ચાખશે ‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા’

Spread the love

અમૂલ દરરોજ 310 લાખ લિટરથી વધુ દૂધ એકત્ર કરે છે. અમૂલ સમગ્ર ભારતમાં 107 ડેરી પ્લાન્ટ ધરાવે છે અને 50 થી વધુ ઉત્પાદનો સાથે વાર્ષિક 22 અબજ પેક સપ્લાય કરે છે. અમૂલનો બિઝનેસ 80,000 કરોડ રૂપિયાનો છે. જેની સાથે 35 લાખ ખેડૂતો જોડાયેલા છે.

અમૂલ અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (JCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમૂલનું તાજેતરમાં યુએસમાં લોન્ચ કરાયેલું દૂધ ‘અત્યંત સફળ’ રહ્યું છે. આ સફળતાને જોતાં અમે હવે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છીએ, જે બ્રાન્ડ માટે ઐતિહાસિક ક્ષણ હશે.

મહેતાએ શનિવારે ખાનગી બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટ “અમૂલ મોડલ : ટ્રાન્સફોર્મિંગ લાઇવ્સ ઓફ મિલિયન્સ” પરના 11મા ડૉ. વર્ગીસ કુરિયન મેમોરિયલ લેક્ચરમાં આ વાતો કહી હતી.

XLRI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત હવે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને આગામી વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશ દૂધનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ડેરી માત્ર એક વ્યવસાય નથી – તે ગ્રામીણ ભારતની જીવનરેખા છે.”

અમૂલ દ્વારા યુ.એસ.માં દૂધના વ્યવસાયની તાજેતરની શરૂઆત વિશે વાત કરતા મહેતાએ કહ્યું કે તે “અત્યંત સફળ” રહ્યું છે. હવે પ્રથમ વખત યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે.

બજારમાં રહેવા માટે અમૂલ પ્રોટીનથી ભરપૂર, ઓર્ગેનિક અને કેમિકલ મુક્ત ઉત્પાદનો ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે ગ્રાહકો દ્વારા વિશ્વાસપાત્ર હોય છે. તેની ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિસ્તરણ કરવા સાથે તેમણે ડૉ. કુરિયન દ્વારા વિકસિત ઈકોસિસ્ટમની પ્રશંસા કરી હતી.


Spread the love

Related posts

દક્ષિણ કેરોલિનાની ચૂંટણીમાં બાઇડનની જીત:ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં આગળ, બ્લેક વોટર્સનો સપોર્ટ મળ્યો

Team News Updates

ચીન દક્ષિણ ચીન સાગરમાં એરસ્ટ્રીપ બનાવી રહ્યું છે:ચીને કહ્યું- મનમરજીથી નિર્ણય લેશે; તાઈવાન-વિયેતનામ પણ આ વિસ્તાર પર દાવો કરે છે

Team News Updates

1300 કરોડના ખર્ચે બની રહેલી ઇમારત તબાહ,અમેરિકામાં ભીષણ આગના લીધે ભારે નુકસાન

Team News Updates