News Updates
INTERNATIONAL

36000 કિમીની ઉંચાઈએ લટકાવાશે  ખતરનાક જાસૂસી કેમેરા,ભારત 27000 કરોડના ખર્ચે તૈયાર કરશે

Spread the love

ભારત આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે. ખાસ કરીને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં તે રોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે. ત્યારે હવે અવકાશમાંથી ભારતની સર્વેલન્સ સિસ્ટમને વેગ આપવાના પ્રયાસરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ (SBS) મિશનના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે.

ચીન-પાકિસ્તાન જેવા પાડોશી દેશોની સરહદ નજીકની ગતિવિધિઓ પર નજર રાખવાની હોય કે પછી આપણા દેશની અંદર સુવિધાઓને વિસ્તારવાની હોય, સેટેલાઈટોની ભૂમિકા સતત વધી રહી છે. આ જ કારણ છે કે ભારત સરકાર સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ મિશન (SBS) હેઠળ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે સખત મહેનત કરી રહી છે. આ અંતર્ગત મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે.

ભારત આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે. ખાસ કરીને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં તે રોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે. ત્યારે હવે અવકાશમાંથી ભારતની સર્વેલન્સ સિસ્ટમને વેગ આપવાના પ્રયાસરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ (SBS-3) મિશનના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે.

આ નિર્ણયથી દેશની જમીન અને સમુદ્રની દેખરેખ વધુ મજબૂત થશે, જેનો ફાયદો સામાન્ય લોકોની સાથે-સાથે સેનાને પણ થશે. આ પ્રોજેક્ટની દેખરેખ સંરક્ષણ મંત્રાલયના સંકલિત મુખ્યાલય હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય દ્વારા સંરક્ષણ સ્પેસ એજન્સીના સહયોગથી કરવામાં આવી રહી છે.

યુદ્ધની બદલાતી પદ્ધતિઓ અને ભવિષ્યના ‘સ્પેસ વોર’ની તૈયારીના સંદર્ભમાં અંતરિક્ષમાંથી દેશની સુરક્ષા મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત SBS-3 મિશન અંતર્ગત આગામી 5 વર્ષમાં 52 જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરશે. આ સેટેલાઈટોનો હેતુ પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખવાનો હશે. આનાથી સેનાની દેખરેખ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.

ઈસરોના જણાવ્યા અનુસાર, આ 52 સેટેલાઈટ ઈસરો દ્વારા સંપૂર્ણ રીતે બનાવવામાં આવશે નહીં. તેમાંથી 21 સેટેલાઇટ ઇસરો દ્વારા બનાવવામાં આવશે, જ્યારે બાકીના 31 સેટેલાઇટ ખાનગી કંપનીઓ દ્વારા બનાવવામાં આવશે. પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓને સેટેલાઇટ નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે. SBS-3 મિશનને ડિફેન્સ સ્પેસ એજન્સી હેન્ડલ કરશે.

આ તમામ સેટેલાઈટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત હશે. આ સેટેલાઇટની મુખ્ય વિશેષતા એ હશે કે તેઓ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરી શકશે. આનો અર્થ એ થયો કે જો 36,000 કિમીની ઉંચાઈ પર સ્થાપિત સેટેલાઇટ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ શોધી કાઢે છે, તો તે નીચલી ભ્રમણકક્ષામાં (400-600 કિમીની ઊંચાઈએ) સેટેલાઇટને માહિતી મોકલી શકશે. તેથી નીચલી ભ્રમણકક્ષામાં રહેલા સેટેલાઈટ આ શંકાસ્પદ વિસ્તારોની વધુ સચોટ અને વિગતવાર માહિતી આપી શકશે.

આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. 27,000 કરોડનો ખર્ચ થશે. તમામ સેટેલાઈટ AI આધારિત હશે, જે તેમની કાર્યક્ષમતા અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરશે. આ સેટેલાઈટની મદદથી પૃથ્વી પર સિગ્નલ, મેસેજ અને ઈમેજ મોકલવાનું સરળ બનશે. આ સેટેલાઈટને 36,000 કિમીની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે એટલે કે આ સેટેલાઈટ 36,000 કિમીની ઉંચાઈએથી ભારત પર નજર રાખશે. આ સેટેલાઈટ જીઓસ્ટેશનરી ઓર્બિટ અને લોઅર અર્થ ઓર્બિટની આસપાસ ફરશે.

આ સેટેલાઈટ જમીન, સમુદ્ર અને આકાશ સંબંધિત મિશનમાં મદદરૂપ થશે. ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સને આ સેટેલાઈટથી ઘણી મદદ મળશે. આ ઉપરાંત આ સેટેલાઈટ સામાન્ય લોકો માટે પણ મદદરૂપ સાબિત થશે. આ સેટેલાઈટ દ્વારા હાઈ રિઝોલ્યુશન ઈમેજીસ અને રિયલ-ટાઇમ ડેટા મેળવી શકાશે.

ભારતના સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ (SBS) મિશનની શરૂઆત 2001માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય અંતરિક્ષમાંથી ભારતની સરહદી દેખરેખને વધુ મજબૂત કરવાનો હતો. SBSના પ્રથમ તબક્કામાં 4 સેટેલાઈટ 2001માં લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય સેટેલાઈટ RISAT હતો. આ ઉપરાંત CARTOSAT-2A, CARTOSAT-2B અને EROS-B સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા હતા.

આ પછી 2013માં બીજા તબક્કામાં 6 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં CARTOSAT 2C, CARTOSAT 2D, CARTOSAT 3A, CARTOSAT 3B, MICROSAT 1 અને RISAT 2A નો સમાવેશ થાય છે. ત્યારે હવે ત્રીજા તબક્કા હેઠળ આગામી 5 વર્ષમાં 52 નવા સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. જેમાં સેનાની ત્રણેય પાંખો માટે એટલે કે જમીન, પાણી અને હવા આધારિત મિશન માટે અલગ-અલગ સેટેલાઈટ હશે.

ભારતીય સેનાની ત્રણેય પાંખ માટે વિશેષ સેટેલાઈટ પણ લોન્ચ કરવામાં આવ્યા છે, જે તેમની દેખરેખ અને સંદેશાવ્યવહાર ક્ષમતાઓને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

નેવી માટે GSAT-7 સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો હતો, જેને રુક્મિણી તરીકે પણ ઓળખવામાં આવે છે, આ સેટેલાઈટ 2013માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

GSAT-7 સેટેલાઈટ લોન્ચ થયાના પાંચ વર્ષ બાદ 2018માં વાયુસેના માટે GSAT-7A અથવા Angry Birds નામનો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો.

જ્યારે સેના માટે GSAT-7 સેટેલાઇટને 2023માં મંજૂરી આપવામાં આવી હતી, જે 2026 સુધીમાં લોન્ચ કરવામાં આવશે.

આ AI આધારિત સેટેલાઇટ નેટવર્ક ભારતની સર્વેલન્સ સિસ્ટમને અભૂતપૂર્વ તાકાત આપવા જઈ રહ્યું છે. આ સેટેલાઈટ ભારતની સરહદો પર થતી દરેક ગતિવિધિઓ પર નજીકથી નજર રાખશે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિને તરત જ શોધી કાઢશે અને સુરક્ષા દળોને એલર્ટ કરશે. આ સાથે ભારતની સુરક્ષા એજન્સીઓની પ્રતિસાદ ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં મદદ કરશે અને ભારતના સંરક્ષણ ક્ષેત્રને પણ નવી ઊંચાઈઓ પર લઈ જશે.

મોદી સરકારે જાન્યુઆરીમાં જ ફ્રાન્સ સાથે સંયુક્ત ઉત્પાદન અને લશ્કરી સેટેલાઈટના પ્રક્ષેપણ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત એવી ક્ષમતાઓ હસ્તગત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દુશ્મન સબમરીનને શોધી શકે, તેમજ ભારતની જમીન અને દરિયાઈ સરહદો પર તેના વિરોધીઓ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને ટ્રેક કરી શકે.

SBS 3 મિશનને યુએસ સ્થિત જનરલ એટોમિક્સ પાસેથી 31 પ્રિડેટર ડ્રોન્સના ભારતીય અધિગ્રહણને સમર્થન આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેટફોર્મ હથિયાર પેકેજ ઉપરાંત ખૂબ જ શક્તિશાળી દેખરેખ ક્ષમતા ધરાવે છે. ભારતે 29 માર્ચ, 2019ના રોજ પરીક્ષણ ફાયરિંગ દ્વારા તેની એન્ટિ-સેટેલાઇટ ક્ષમતાઓનું પરીક્ષણ કર્યું, ત્યારે ભારતીય મિસાઇલે ભ્રમણકક્ષામાં જીવિત સેટેલાઈટને નષ્ટ કર્યો હતો. SBS-3 મિશન ભારત માટે એક મોટું પગલું સાબિત થઈ શકે છે.


Spread the love

Related posts

લો, ટાઇમ હોય તો ગણો રોકડા 38 કરોડ:CBI રેડમાં પૂર્વ સરકારી અધિકારીના ઘરેથી કરોડો રૂપિયા કીમતી સામાન મળ્યો, પિતા-પુત્રની ધરપકડ

ઈટલીના પૂર્વ વડાપ્રધાન બર્લુસ્કોનીનું નિધન:17 વર્ષ સુધી સત્તા સંભાળી, સેક્સ સ્કેન્ડલ્સ અને ટેક્સ ફ્રોડને કારણે ખુરશી ગુમાવી

Team News Updates

અદાણીના પણ 6700 કરોડ ચૂકવવા પડશે:બાંગ્લાદેશ પાસેથી 5300 કરોડ વ્યાજ માગ્યું રશિયાએ ;15 સપ્ટેમ્બર સુધી સમય આપ્યો

Team News Updates