News Updates
GUJARAT

 “SCAM” આ 10 રીતે લોકો સાથે થઈ રહ્યા છે

Spread the love

મોટાભાગના સ્કેમર્સ આ 10 રીતે લોકોની સાથે ઠગાઈ કરવાનો પ્રયત્ન કરે છે અને જો એકવાર તમે તેની જાળમાં ફસાયા તો પછી તમારું બેન્ક અકાઉન્ટ ખાલી કરી નાખે છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે તેઓ લોકો જાળમાં ફસાવે છે.

1. TRAI ફોન કૌભાંડ: છેતરપિંડી કરનારાઓ TRAI તરફથી હોવાનો દાવો કરે છે, કહે છે કે તમારો મોબાઇલ નંબર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે, અને સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવશે તેવુ ફોન પર જણાવે છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે TRAI સેવાઓ સ્થગિત કરતું નથી; તે કામ ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ કરે છે.

2. કસ્ટમ્સ પર અટવાયેલ પાર્સલ: સ્કેમર્સ દાવો કરે છે કે પ્રતિબંધિત માલસામાન ધરાવતું પાર્સલ રોકી દેવામાં આવ્યું છે અને ચુકવણીની માંગણી કરે છે કે આટલા પૈસા ચૂકવી તમે તમારુ પાર્સલ મેળવી શકો છો. જો આવું કહે તો તરત જ ફોન ડિસ્કનેક્ટ કરો અને નંબરની જાણ કરો.

3. નકલી પોલીસ : નકલી પોલીસ અધિકારીઓ ડિજિટલ ધરપકડ અથવા ઑનલાઇન પૂછપરછની ધમકી આપે છે. જો તમને આવો કોઈ ફોન આવે કે ઓનલાઈન કોઈ પુછપરછ કરે તો ફોન તરત જ મુકી દેવો કારણકે પોલીસ ડિજિટલ ધરપકડ કે ઓનલાઈન પૂછપરછ કરતી જ નથી.

4. પરિવારના સભ્યની ધરપકડ: સ્કેમર્સ દાવો કરે છે કે સંબંધીની ધરપકડ કરવામાં આવશે અને ચુકવણીની માંગણી કરશે. આવી સ્થિતિમાં પગલાં લેતા પહેલા પરિવારના સભ્યો સાથે ખાતરી કરો.

5. ટ્રેડિંગ કરીને ઝડપથી ધનવાન બનો: સોશિયલ મીડિયા જાહેરાતો સ્ટોક રોકાણો પર ઊંચા વળતરનું વચન આપે છે. જોકે આ માત્ર લોકો સાથે ઠગાઈ કરવાની એક રીત છે. વાસ્તવિકતા એ છે કે ઉચ્ચ વળતર યોજનાઓ સંભવિત કૌભાંડ છે.

6. મોટા પુરસ્કારો માટે સરળ કાર્યો: સ્કેમર્સ સરળ કાર્યો માટે ઊંચી રકમ ઓફર કરે છે, પછી રોકાણ માટે પૂછે છે કે આટલાનું રોકાણ કરી મોટુ વળતર મળશે. જોકે આ પણ કૌભાંડ છે.

7. તમારા નામે જાહેર કરાયેલ ક્રેડિટ કાર્ડ: નકલી સત્તાવાળાઓ નકલી ક્રેડિટ કાર્ડ્સ પર મોટા વ્યવહારોની કર્યા હોવાનું કહે છે અને તમારી પાસે કેટલીક ડિટેલ માંગી શકે છે આવી સ્થિતિમાં ફોન મુકી દેવો અને જાતે તમારી બેંકમાં તપાસ કરો.

8. ખોટી રીતે પૈસા ટ્રાન્સફર : સ્કેમર્સ ખોટા વ્યવહારોનો દાવો કરે છે કે તેમના આટલા પૈસા તમારામાં આવી ગયા છે અને રિફંડ માંગે છે. આવી સ્થિતિમાં તમારી બેંક સાથેના વ્યવહારને ચકાસો.

9. KYC સમાપ્ત થઈ ગયું: સ્કેમર્સ લિંક દ્વારા ફ્રીમાં KYC અપડેટ માટે પૂછે છે અને પછી તમારી સાથે ઠગાઈ કરે છે. ત્યારે બેંકમાં જઈ વ્યક્તિગત KYC અપડેટ કરાવો.

10. ટેક્સ રિફંડ: છેતરપિંડી કરનારાઓ પોતે કરવેરા અધિકારી છે તેમ જણાવી બેંક વિગતો માટે પૂછે છે. આવી સ્થિતિમા કોઈ મુર્ખામી ના કરતા કારણ કે ટેક્સ વિભાગો પાસે પહેલાથી જ બેંકની વિગતો છે.


Spread the love

Related posts

RAJKOT:રસ્તાઓ જયશ્રી રામના નાદથી ગુંજ્યા, મહિલાઓએ તલવારબાજી કરી,ભાજપનાં ઉમેદવાર રૂપાલાએ સ્વાગત કર્યું,રાજકોટમાં રામનવમી નિમિતે શોભાયાત્રા

Team News Updates

ગુજરાતના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય મુદ્દે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી, ટૂંક સમયમાં નિર્ણય લેવાશે: રાઘવજી પટેલ

Team News Updates

શરીરમાં એનર્જી વધારવા માટે કારગર છે સીતાફળ, જાણો અદભૂત ફાયદાઓ

Team News Updates