News Updates
SURAT

રેલવે ટ્રેક ક્રોસ કરતા ટ્રેન નીચે કચડાયા:ટ્રેન અડફેટે ત્રણેય મિત્રોનું એક સાથે મોત, દિવાળીની ઉજવણી બાદ રોજગારી મેળવવા ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા

Spread the love

સુરતમાં ટ્રેન અડફેટે ત્રણ મિત્રોનું મોત નીપજ્યું છે. દિવાળીની ઉજવણી બાદ ત્રણેય મિત્રો ઉત્તર પ્રદેશથી રોજગારી મેળવવા સુરત આવ્યા હતા. ત્રણેય યુવકો યુપીના કાનપુરના રામપુરના રહેવાસી હતી. બે દિવસ પહેલાં જ સુરત આવ્યા હતા. શિવાંજલી સોસાયટીમાં રહેતા આકાશ, દીનું અને પ્રમોદ એક સાથે નોકરી કરવાના હતા. જોકે, તે પહેલાં રેલવે ટ્રેક ક્રોસિંગ કરતાં ટ્રેન અડફેટે તેમનું મોત નીપજ્યું હતું.

દિવાળી પર્વની ઉજવણી બાદ સુરત રોજગાર મેળવવા માટે આવેલા ત્રણ મિત્રો સાથે માર્મિક ઘટના બની હતી. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાથી સુરત હજારો કિલોમીટર દૂર રોજગારી માટે આવેલા ત્રણેય મિત્રો એક સાથે નોકરી કરવા માગતા હતા, પરંતુ એક સાથે કાળને ભેટી ગયા હતા. રાત્રિ દરમિયાન યુપીથી આવેલા 22 વર્ષીય આકાશ નિષાદ, 24 વર્ષીય દીનું નિષાદ અને 17 વર્ષીય પ્રમોદ નિષાદ રેલવે ટ્રક પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી ટ્રેન પસાર થઈ રહી હતી. જેની જાણકારી આ લોકોને થઈ નહીં અને ત્રણેય મિત્રો ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

ત્રણેય મિત્રો એક સાથે સચિન વિસ્તારમાં આવેલા જરીના કારખાનામાં નોકરી નક્કી કરવા માટે જવાના હતા. પરંતુ તે પહેલાં જ રાત્રિ દરમિયાન સચિન નજીક રેલવે ટ્રેક પર તેઓ જ્યારે પસાર થઈ રહ્યા હતા, ત્યારે મોડી રાત્રે વડનગર-વલસાડ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ભેસ્તાન સચિન રેલવે ટ્રેક પાસે આ ઘટના બની હતી. રાત્રિ દરમિયાન આશરે 11:30 વાગ્યે આ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી. રેલવે ટ્રેક ક્રોસિંગ વખતે આ ઘટના બની હતી. ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક મિત્ર પ્રમોદની લાશ ટ્રેક નજીક આવેલા ઝાડી ઝાંખરામાં મળી આવી હતી.

મૃતકના પરિચિત મોનુ નિષાદે જણાવ્યું હતું કે, આ લોકો દિવાળી પર્વની ઉજવણી કર્યા બાદ સુરત આવ્યા હતા. આ લોકો નોકરી કરવા માટે સુરત આવ્યા હતા. બે ત્રણ દિવસ પહેલાં જ યુપીથી આવ્યા હતા. હાલ જાણવા મળ્યું છે કે, નોકરી નહીં મળતા લોકો ફરીથી યુપી જવા માટે રવાના થયા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો.


Spread the love

Related posts

ઉદ્યોગનો અનુભવ મળશેવિદ્યાર્થીઓને અભ્યાસ સાથે :MSU અને ISGJ દ્વારા સંયુક્તરૂપે જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગ-કેન્દ્રિત MBA-BBA કોર્સિસની શરૂઆત

Team News Updates

હીરાથી ચમકતું બેટ કોહલી પાસે જશે:સુરતના વેપારીએ 1.04 કેરેટના રિયલ ડાયમંડમાંથી 10 લાખના ખર્ચે તૈયાર કરાવ્યું, પ્રિય ક્રિકેટરને આપશે ભેટ

Team News Updates

સુરતના બ્રિજ પર બનાવવામાં આવ્યા ઈન્ડિયન આર્મીના મિશનના પેઈન્ટિંગ

Team News Updates