News Updates
GUJARAT

PATAN:માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યોજાશે સિદ્ધપુરમાં તા. 24 અને 25 નવેમ્બરના રોજ,ફરીદા મીર અને કિંજલ દવે શ્રોતાઓને ડોલાવશે

Spread the love

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લામાં માતૃગયા તીર્થ સિધ્ધપુર ખાતે આગામી તારીખ 24 અને 25 નવેમ્બર-2024 ના રોજ સાંજે 8.00 કલાકે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.

હરિકૃષ્ણ ફાર્મ, પુષ્પવાટીકા સોસાયટીની બાજુમાં, બિંદુ સરોવર, સિધ્ધપુર ખાતે યોજાનારા બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં પ્રથમ દિવસે ફરીદા મીર અને બીજા દિવસે કિંજલ દવે સહિતના ખ્યાતનામ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમની સંગીતમય પ્રસ્તુતિ કરશે.

જિલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા બે દિવસીય માતૃવંદના કાર્યક્રમના આયોજનની તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ સમગ્ર કાર્યક્રમની કામગીરીના સંકલન માટે નોડલ અધિકારી તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી, પાટણની નિયુક્તિ કરવામાં આવી છે.

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા ગુજરાતના પવિત્ર અને સુપ્રસિધ્ધ યાત્રાધામો ખાતે પ્રતિવર્ષ બે દિવસીય ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં દર વર્ષની જેમ સિધ્ધપુર ખાતે માતૃ વંદના ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જિલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા જિલ્લાની સંગીતપ્રેમી જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


Spread the love

Related posts

ગુજરાત પર અસર ઓડિશાના ડિપ્રેશનની:40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે,દ.ગુજરાતમાં ઓરેન્જ તો પૂર્વ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

Team News Updates

Knowledge:ગણેશજીની પૂજામાં વપરાતું દૂર્વા ઘાસ ઔષધીય ગુણોનો ભંડાર છે

Team News Updates

TV જોતી વખતે લાઈટ બંધ રાખવી જોઈએ કે ચાલુ ? આ રહ્યો સાચો જવાબ

Team News Updates