News Updates
AHMEDABAD

Ahmedabad:2024 SFA ચેમ્પિયનશિપ આજથી શુભારંભ;14 હજારથી વધુ સ્પર્ધકો રમવા ઉતરશે,અમદાવાદના એથ્લિટ્સની સંખ્યા બમણી થઈ

Spread the love

SFA ચેમ્પિયનશિપની નવી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ઇવેન્ટમાં 14, 764 એથ્લિટ્સ રમતા જોવા મળશે. જેમાં 387 શાળાના 3 થી 18 વર્ષની વયના આ બાળકો 16 રમતોમાં ભાગ લેશે, આ રમતો 4 સ્થળોએ યોજાશે. અમદાવાદના ખેલાડીઓમાં ગત સિઝનથી બમણો વધારો જોવા મળ્યો છે. આ બાળકો IIT ગાંધીનગર, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી- PDEU, સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પોતાની સ્કિલ્સ દેખાડવાની તક હાંસલ કરશે. આ વર્ષની ચેમ્પિયનશિપ 26 નવેમ્બર સુધી ચાલશે.

SFA ચેમ્પિયનશિપના COO તથા ફાઉન્ડિંગ મેમ્બર રશસ જોશીએ કહ્યું હતું કે, ‘SFA ચેમ્પિયનશિપ એ ભારતભરમાં સ્પોર્ટ્સ અને યંગ ટેલેન્ટને આગળ વધારવાની ઉજવણીનું એક માધ્યમ છે. આ ઇવેન્ટ માત્ર સ્પર્ધા પૂરતી નથી. તે ખેલાડીઓને રમતમાં તેમના બેકગ્રાઉન્ડની ચિંતા વિના ભાગ લેવાની તક આપે છે. જેથી રમતોમાં આગળ વધવાનો જુસ્સો હાંસલ કરતા ખેલાડીઓને શોધવા લાયક માહોલ બનાવી શકાય.’

SFA ચેમ્પિયનશિપમાં 22મી નવેમ્બરને ‘કોચ ડે’ તથા 24મી નવેમ્બરને ‘શી ઈઝ ગોલ્ડ- ડે’ તરીકે ઉજવવામાં આવશે. 24મી નવેમ્બરે 80 ટકા મુકાબલાઓમાં માત્ર મહિલા ખેલાડીઓને જ તક અપાશે. આ દિવસે કોચ અને ઓફિશિયલ્સ પણ મહિલાઓ જ વધુમાં વધુ રહેશે. SFA ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ફૂટબોલ, ચેસ, કબડ્ડી, કરાટે, સ્વિમિંગ, ખો-ખો, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ અને યોગાસન જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે.


Spread the love

Related posts

ચીનમાં ફેલાયેલા રોગ સામે લડવા ભારત સજ્જ:આ એક ન્યૂમોનિયા ટાઇપનો જ રોગ છે, ભારતમાં આવે તેવું લાગતું નથી, લોકોએ ડરવાની જરૂર નથી: ઋષિકેશ પટેલ

Team News Updates

શનિવારે મુખ્યમંત્રી ખુલ્લો મૂકશે ગુજરાતનો સૌથી મોટો બુક ફેસ્ટિવલ:અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના 147 લેખકોના પુસ્તકોનું પ્રદર્શન

Team News Updates

ઠંડીનો ચમકારો:ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો;પવનોની દિશા બદલાતાં ઠંડી ઘટશે

Team News Updates