News Updates
GUJARAT

DAHOD:ખરોડ ગામના જંગલમા ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી 17 વર્ષીય યુવકે દાહોદના બોરવાણી ગામના

Spread the love

દાહોદ તાલુકાના ખરોડ ગામના જંગલમાં એક 17 વર્ષિય યુવકે અગમ્યકારણોસર ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. દાહોદના બોરવાણી ગામે બોરખળા ફળિયામાં રહેતાં ૧૭ વર્ષિય યુવકે ગત તા.૦૫મી ડિસેમ્બરના રોજ દાહોદના ખરોડ ગામના જંગલમાં એક ઝાડ સાથે પટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકટોળા ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ મૃતક યુવકના પરિવારજનોને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ઉપરોક્ત યુવકના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતક યુવકના મૃતદેહની ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરવામાં આવ્યાં હતાં. આ સંબંધે બુધેશભાઈ લુંજાભાઈ બીલવાળે દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

Kartik Purnima 2024:સ્નાન-દાનનું શુભ મુહૂર્ત અને સમય, ક્યારે છે કારતક પૂનમ, જાણો અહી તારીખ

Team News Updates

આત્મહત્યાનો પ્રયાસ, પારિવારિક ઝગડા, સંતાનો અને વાલીઓ વચ્ચે અણબનાવ, છેતરપિંડી જેવી સમસ્યાઓના સમાધાનનું સરનામું એટલે ‘મહિલા હેલ્પ ડેસ્ક’

Team News Updates

ગાંધીનગર : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપનાર છે પોલીસકર્મીનો જ પુત્ર, કલોલમાંથી ધરપકડ

Team News Updates