પીઆઈનાં એક મહિલા કર્મચારી સાથેના સબંધોએ માજા મુકતા પોલીસ સ્ટેશનનો અન્ય સ્ટાફ ત્રાહિમામ પોકારી ઉઠ્યો!!
તા.૧,રાજકોટ: રાજકોટ શહેરના મધ્ય વિસ્તારમાં, મહાદેવ મંદિર જેવી પવિત્ર જગ્યાની આસપાસ આવેલ એક પોલીસ સ્ટેશન તાજેતરમાં એક એવા વિવાદમાં ઘેરાયું છે કે જેની ચર્ચા હાલ શહેરભરમાં ચાલી રહી છે. અહીંના પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઈ) અને એક મહિલા પોલીસ કર્મચારી વચ્ચેના ગાઢ અંગત સબંધોએ પોલીસ સ્ટેશનની શાંતિ ભંગ કરી નાખી છે.
સુત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, પીઆઈ સાથેના ખાસ સબંધોને કારણે મહિલા કર્મચારીનો આત્મવિશ્વાસ ઉડીને આસમાને પહોંચ્યો છે. તેના વર્તનમાં આબાદ ફેરફાર આવ્યો છે.આ પોલીસ સ્ટેશનમાં સાથે કામ કરતા સહકર્મચારીઓ સાથે રોફથી વાત કરવી, કામકાજમાં મનગમતા આદેશો આપવાં, તેમજ કોઈની સલાહ કે વિરોધ સહન ન કરવો – જેવા બનાવો વધી રહ્યા છે. સ્ટાફમાં અણગમો અને અસંતોષ હવે ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યો છે.

સૂત્રો કહે છે કે આ મુદ્દો હવે માત્ર અંદરની ચર્ચાઓ પૂરતો સીમિત નથી રહ્યો. પોલીસ સ્ટેશનના જ કોઈ સભ્યએ પોતાની ઓળખ ગુપ્ત રાખીને ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે. આ નનામી અરજીમાં પીઆઈ અને મહિલા કર્મચારી વચ્ચેના સબંધોની વિગત, તેના કારણે થતો શિસ્તભંગ અને સ્ટાફના મનોબળ પર પડતો નકારાત્મક પ્રભાવ દર્શાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનનાં જવાબદાર મુખ્ય અધિકારી તરીકે પીઆઈ એ જે મહિલા કર્મચારી સાથે પ્રેમ પ્રકરણ પાંગર્યું એ મહિલા પોલીસ કર્મચારીની આ પૂર્વે ફરજમાં બેદરકારી બદલ શહેર પોલીસની ખાસ બ્રાંચ માંથી એક અન્ય પોલીસ સ્ટેશનમાંથી બદલી કરવામાં આવી હતી અને ત્યાંથી ફરી આ પોલીસ સ્ટેશનમાં બદલી થઈને આવતા અધિકારીએ પોતાના હોદાની રૂએ આ મહિલા કર્મચારીનું મન મોહી લીધું હોવાની વાત વહેતી થઇ છે. ઉપરાંત આ પોલીસ સ્ટેશનમાંથી અંદાજે ૨ મહિના પૂર્વે આ મહિલા કર્મચારીની અન્યત્ર બદલી થઇ ચુકી હોવા છતાં પીઆઈ પોતાની પ્રેમલીલાને સમાપ્ત ન થવા દેવાનાં આશયથી આ મહિલા કર્મચારીની બદલી કરવા માંગતા નથી.
વિશેષ એ છે કે આ આખો ડ્રામો એ જગ્યાએ બની રહ્યો છે જ્યાંથી કાયદો, શિસ્ત અને પ્રામાણિકતાનું ઉદાહરણ જવું જોઈએ – એટલે કે પોલીસ સ્ટેશન. પરંતુ અહીં પ્રેમકથાએ કાયદાકીય માહોલને રોમેન્ટિક વિવાદમાં ફેરવી નાખ્યો છે.
હાલ શહેરમાં આ મુદ્દાની ભારે ચર્ચા છે. “શું ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરશે?” કે પછી “આ પ્રેમકથા હજી વધુ નાટકીય વળાંક લેશે?” – તે જોવું રહ્યું. પરંતુ એક વાત ચોક્કસ છે – રાજકોટના આ પોલીસ સ્ટેશનમાં હવે પ્રેમ અને ફરજ વચ્ચેની સરહદો ધૂંધળી બની ગઈ છે.
રાજકોટના મધ્યમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પ્રેમકથાએ ધમાલ મચાવત સ્ટાફમાં ગુસ્સો ભડક્યો ,અને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ફરિયાદ !