News Updates
EXCLUSIVERAJKOT

RAJKOT: નશામાં ધુત BUILDERની માલિકીના બિલ્ડિંગ પાસે જ બિલ્ડરનું પાપ પોકાર્યું !

Spread the love

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક પુરઝડપે દોડી આવેલી વોલ્વો કારએ સર્જ્યો અકસ્માત, દારૂના નશામાં હોવાની ચર્ચા વચ્ચે લોકોએ કારચાલકને રસ્તા પર જ પાઠ ભણાવ્યો

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા બાલાજી હોલ નજીક મંગળવાર બપોરે એક હાઈપ્રોફાઈલ અકસ્માતની ઘટના સામે આવી હતી. પુરઝડપે દોડી આવેલી એક વોલ્વો કારએ અચાનક નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાનો સમગ્ર વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અકસ્માત બાદનો હોબાળો અને લોકોનો આક્રોશ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.

સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જણાઈ રહ્યું હતું. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જોકે, પોલીસ દ્વારા આ મુદ્દે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.અકસ્માત બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ગુસ્સે ભરાયેલા ટોળાએ કારચાલકને વાહનમાંથી બહાર કાઢી રસ્તા પર જ માર માર્યો હોવાના દ્રશ્યો પણ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કારમાંથી દારૂની બોટલ મળી આવી હોવાની ચર્ચા છે. જો કે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

ચર્ચાનો વધુ ગરમ મુદ્દો એ છે કે જે સ્થળે અકસ્માત સર્જાયો તે “મંગલમ” નામની સાઈટમાં જ આ કારચાલક બિલ્ડર ભાગીદાર હોવાના દાવા સામે આવ્યા છે. પોતાના જ પ્રોજેક્ટ નજીક સર્જાયેલી આ ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અકસ્માત સર્જનાર કારચાલકનું નામ ધવલ એમ. પીપળીયા હોવાનું સામે આવી રહ્યું છે. વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર જે સ્થળે આ અકસ્માત સર્જાયો હતો, ત્યાં આવેલી “મંગલમ” નામની બાંધકામ સાઇટમાં ધવલ પીપળીયા તથા તેના પિતરાઈ ભાઈઓ ભાગીદાર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પોતાના જ પ્રોજેક્ટ નજીક આ પ્રકારની ઘટના સામે આવતા શહેરમાં અનેક સવાલો ઊભા થયા છે. જોકે, આ સમગ્ર મામલે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી અને પોલીસ તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ થશે.


Spread the love

Related posts

રંગીલો મિજાજ, ખાણી-પીણીનો શોખ, જલસાથી જીવતા માણસો આ છે સમૃદ્ધિની ચાવી, ગુજરાતમાં સૌથી સમૃદ્ધ જિલ્લો બન્યો સૌરાષ્ટ્રનું પાટનગર

Team News Updates

શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ KDVS દ્વારા રવિવારે સર્વ જ્ઞાતિય રાજકીય કારકિર્દી સેમિનાર

Team News Updates

RAJKOT:નેચર એજ્યુકેશન પાર્ક બનશે રાજકોટના માલિયાસણમાં, 5 એકરમાં 1,200થી વધુ આંબા, ચીકુ, નાળિયેરીના ઝાડ; વિદ્યાર્થીઓની પ્રાકૃતિક શિક્ષણ શિબિર થશે

Team News Updates