News Updates
RAJKOTSAURASHTRA

કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વળાંક:મહેસાણાના ત્રણ શખસોએ 60 લાખ લઇ ટેક્સીથી અમેરિકા પહોંચાડવાની ખાતરી આપી હતી, પછી કેનેડાથી હોડીમાં બેસાડ્યા ને મોત મળ્યું

Spread the love

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર થોડા મહિના અગાઉ કેનેડા ફરવા ગયો હતો, જ્યાં બોર્ડર ક્રોસ કરી પરિવાર ગેરકાયદેસર અમેરિકામાં ઘુસવા જતા નદીમાં બોટ પલટી મારતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા, જે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ ઘટનામાં મહેસાણાના જ ત્રણ શખ્સોએ ચૌધરી પરિવાર પાસે 60 લાખ લઇ ટેક્ષીમાં અમેરિકા મોકલી આપવાની બાંહેધરી આપી આપી હતી,જોકે, બાદમાં ફોલસાવીને નદી મારફતે મોકલતાં પરિવારનો માળો વિખેરાઇ ગયો હતો. જે મામલે મૃતક પરિવારના મોભીના ભાઇએ વસાઈ પોલીસમાં ત્રણ શખ્સઓ સામે ફરિયાદ નોંધાવી છે.

ટેક્ષી મારફતે બોર્ડર ક્રોસ કરાવવાની વાત થઈ, નાવમારફતે મોકલતાં મોત
સમગ્ર કેસમાં મૃતકના ભાઈએ વસાઈ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વિજાપુર તાલુકાના વડાસણા ગામનો નિકુલસિંહ વિહોલ, વડાસણા ગામનો સચિન ગજેન્દ્રસિંહ વિહોલ અને વિસનગર તાલુકાના દઢીયાળ ગામના અર્જુનસિંહ ચાવડાએ ભેગા મળી માણેકપુરાના મારા ભાઇના પરિવારને 60 લાખમાં અમેરિકા કેનેડા બોર્ડર ક્રોસ કરાવવા ડિલ ફિક્સ કરી હતી. જેમાં આરોપીઓએ મારા ભાઇના પરિવારને કેનેડાથી અમેરિકા ટેક્ષી મારફતે બોર્ડર ક્રોસ કરાવવાની વાત કરી હતી. જોકે, બાદમાં હોડીમાં હેસાડી ફોલસાવીને કોઈ સમસ્યા નહિ સર્જાય તેવો વિશ્વાસ અપાવી હોડી મારફતે બોર્ડર ક્રોસ કરાવતા સમયે ખરાબ મોસમમાં હોડી પલટી મારી હતી. જેના કારણે મારા ભાઇના પરિવારનો માળો વિખાઇ ગયો છે. વસાઇ પોલીસે મૃતકના ભાઇની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

શું હતો મામલો:


ખેતી કરતો પરિવાર કેનેડા ગયો ને અમેરિકા ગેરકાયદે ઘૂસતા મોતને ભેટ્યો

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામના ખેતીનો વ્યવસાય કરતા 60 વર્ષીય પ્રવીણભાઈ વેલજીભાઈ ચૌધરી પોતાની પત્ની ચૌધરી દક્ષાબેન (ઉંમર 45), વિધિબેન ચૌધરી (ઉંમર 23) અને મિતકુમાર ચૌધરી (ઉંમર 20) 3 ફેબ્રુઆરીએ આખો ચૌધરી પરિવાર પોતાના ગામથી કેનેડા જવા નીકળ્યો હતો. કેનેડાના ટોરેન્ટો ગયેલો પરિવાર 15 દિવસ બાદ ગામડે રહેતા પરિવારના અન્ય સભ્યોથી સંપર્ક વિહોણા બન્યો હતો. જ્યારે 1 એપ્રિલે સોશિયલ મીડિયાથી પરિવારને અમેરિકાની સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જતા ભારતીય 4 વ્યક્તિનાં મોત અંગેના સમાચાર મળ્યા હતા. જે બાદ તપાસ કરતા આ ચૌધરી પરિવાર હોવાનું સામે આવ્યું. જ્યારે 1 એપ્રિલની સાંજે કેનેડા ચૌધરી સમાજના લોકોના વોટ્સએપમાં પણ ફોટા ફરતા થતા અને 2 એપ્રિલે (આજે) કેનેડાથી ખબર પડી કે પરિવારના 4 સભ્યોનાં મોત નીપજ્યાં છે

‘મારો ભાઈ તો પરિવાર સાથે કેનેડા ફરવા ગયો હતો’
જે તે વખતે વાતચીતમાં મૃતકના કૌટુંબિક ભાઈ જસુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલાં મારો ભાઈ પરિવાર સાથે વિઝિટર વિઝા પર કેનેડા ગયો હતો. જ્યારે આજે સવારે સમાચાર મળ્યા કે બોટ મારફતે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતાં કોઈ ભારતીય પરિવાર ડૂબી જતા મોતને ભેટ્યો છે. સમાચાર સાંભળતા જ મેં મારા ભાઈને ઘણા ફોન કર્યા પણ તેમનો ફોન લાગતો ન હતો. જેનાથી અમે ચિંતામાં હતા. ત્યારબાદ અમે કેનેડામાં રહેતા અમારા અન્ય સંબંધીઓને ફોન કરીને પૂછ્યું કે આ ઘટના શું છે તો સામેથી જવાબ મળતા જ અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ….

‘ભાઈ સાથે છેલ્લે 15 દિવસ પહેલાં જ વાત કરી’
સંબંધીઓએ દ્વારા અમેરિકાની દુર્ઘટનામાં જેઓનાં મોત નીપજ્યાં છે તેઓના ફોટા અને નામ મોકલવામાં આવ્યા હતા. જે બાદ અમને જાણ થઈ કે આ તો મારા ભાઈનો જ પરિવાર છે. બીજી તરફ પોલીસ પણ સવારે અહીં આવી પહોંચી હતી અને તેઓએ પણ અમને નામ આપ્યાં ત્યારે ખાતરી થઈ કે આ અમારો જ પરિવાર છે. કેનેડા ગયેલા ભાઈ અને તેના પરિવાર સાથે અમે છેલ્લે 15 દિવસ પહેલાં જ વાત કરી અને તેમની ખબર પૂછ્યા હતા, પરંતું હવે અમને મોતના સમાચાર મળ્યા છે.


Spread the love

Related posts

રાજકોટમાં ભાનુ બાબરીયા સમક્ષ પદાધિકારીઓએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા, સૌની યોજના સહિતનાં મુદ્દે રજૂઆત

Team News Updates

વિચરતી જાતિના 425 પરિવારો પ્લોટ વિહોણા:ઝૂંપડપટ્ટી-પતરાની આડશ બાંધી કરે છે વસવાટ; પડધરી-જસદણમાં જાતિના દાખલા પણ મળતા નથી

Team News Updates

જાહેરમાં ગંદકી કરવા બદલ આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ તેમજ હરિ યોગી લાઇફ પફ શોપ નામની વધુ બે દુકાનો સીલ

Team News Updates