News Updates
ENTERTAINMENT

પહેલા વર્લ્ડ કપ, બાદમાં વડાપ્રધાન પદ, પાકિસ્તાનમાં ઈમરાન ખાનની થઈ ધરપકડ, જાણો કેવું રહ્યું તેનું ક્રિકેટ કરિયર

Spread the love

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન પાકિસ્તાનના 22મા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. જો કે, ગયા વર્ષે એપ્રિલમાં નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેમને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા હતા

ઓલરાઉન્ડરથી કેપ્ટન અને રાજનેતાથી વડાપ્રધાન સુધીની સફરનો અંત આવ્યા બાદ આખરે જેલની હવા ખાવા મજબૂર ઈમરાન ખાન એક સમયે પાકિસ્તાનના યુવાઓ માટે આદર્શ હતા. ઈમરાને તેમની દમદાર ઓલરાઉન્ડર પ્રતિભાથી વિશ્વભરમાં નામના મેળવી હતી અને તેમના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાનને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. ઈમરાન ખાને ઈતિહાસના મહાન ક્રિકેટ ખેલાડીઓમાંના એક તરીકેની વિશ્વભરમાં પ્રતિષ્ઠા મેળવી હતી.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન ઈમરાન ખાનની ભ્રષ્ટાચારના કેસમાં ઈસ્લામાબાદથી ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ પાકિસ્તાનમાં તેમના સમર્થકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. એક સમયના સુપરસ્ટાર ક્રિકેટરની રાજકીય કારકિર્દી તેમના ક્રિકેટ કરિયરથી વિપરીત રહી હતી.

ઈમરાન ખાનનું ક્રિકેટ કરિયર

પોતાના સમયના બેસ્ટ ઓલરાઉન્ડર ઈમરાન ખાને પાકિસ્તાન તરફથી 88 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 126 ઈનિંગ્સમાં 37.69ની સરેરાશથી તેમણે 3,807 રન બનાવ્યા હતા. જેમાં છ સદી અને 18 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 136 રન રહ્યો હતો. એક બોલર તરીકે, ઈમરાને ટેસ્ટ ક્રિકેટમાં 362 વિકેટ લીધી હતી, ટેસ્ટ ક્રિકેટમાં આટલી વિકેટ લેનાર તે પાકિસ્તાનનો પ્રથમ અને વિશ્વનો ચોથો બોલર હતો. 1980ના દાયકામાં ટેસ્ટ ક્રિકેટમાં વર્ચસ્વ ધરાવતા ઓલરાઉન્ડરોમાં ઇયાન બોથમ, રિચર્ડ હેડલી અને કપિલ દેવની સાથે ઈમરાનનું નામ પણ સામેલ હતું.

1980ના દાયકાની શરૂઆતમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ઈમરાનને 1982માં પાકિસ્તાની ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1992માં યોજાયેલ પાંચમા ક્રિકેટ વિશ્વકપમાં ઈમરાન ખાને પાકિસ્તાનની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ફાઈનલમાં ઇંગ્લેન્ડને હરાવીને પાકિસ્તાનને પહેલો અને એકમાત્ર ODI વર્લ્ડ કપ જીત્યો હતો. જે બાદ તે જ વર્ષમાં ઈમરાન ખાને નિવૃત્તિ લીધી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈમરાન ખાને બેટિંગ અને બોલિંગ બંનેમાં પાકિસ્તાન તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટ માં તેમની એવરેજ પણ ખૂબ સારી રહી હતી. તે સમયની આઉથી મજબૂત ટીમ ગણાતી વેસ્ટ ઈન્ડિઝ સામે ઈમરાને કેટલીક યાદગાર મેચો રમી હતી. પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સાથે ત્રણ સિરીઝ ડ્રો કરી હતી, જ્યારે 1987માં ઈંગ્લેન્ડમાં 77 રનમાં 10 વિકેટ લઈને પાકિસ્તાનને પ્રથમ શ્રેણી જીત અપાવી હતી.


Spread the love

Related posts

ઈમરાન હાશ્મી આ ફિલ્મમાં સ્વતંત્રતા સેનાનીની ભૂમિકામાં જોવા મળશે, ફસ્ટ લુક જોઈ ફેન્સ થયા એક્સાઈટેડ

Team News Updates

બેડમિન્ટન ખેલાડીઓ માટે ઓલિમ્પિક ટિકિટ 7 ભારતીય: સિંધુ પાસેથી ત્રીજા મેડલની આશા,ત્રણ સિંગલ્સ અને બે ડબલ્સમાં ભાગ લેશે

Team News Updates

અંતિમ બંને મેચ જીતવા હાર્દિક પંડ્યાએ લગાવવો પડશે દમ, ફ્લોરિડામાં કેવી હશે ઈલેવન? જાણો

Team News Updates