News Updates
INTERNATIONAL

આ સમુદ્રમાં તમે ડૂબવાની કોશિશ કરશો તો પણ ડૂબશો નહિ!, જાણો ક્યાં આવેલો છે

Spread the love

ડેડ સી એ (Dead Sea) સમુદ્ર સપાટીથી લગભગ 1388 ફૂટ નીચે આવેલું છે. એટલે કે તે પૃથ્વીના સૌથી નીચલા બિંદુએ છે. આ સાથે આ સમુદ્ર લગભગ 3 લાખ વર્ષ જૂનું પણ છે. આ સમુદ્રની એક વિશેષતા છે કે કોઈ આ સમુદ્રમાં ડૂબતું નથી.

શું તમે ક્યારેય એવા સમુદ્ર વિશે સાંભળ્યું છે જેમાં વ્યક્તિ ક્યારેય ડૂબતો નથી. દુનિયામાં અનેક અજાયબીઓ છે પણ આ સમુદ્ર અનોખી વિશેષતા ધરાવે છે. કહેવાય છે કે તમે ગમે તેટલા સારા તરવૈયા હોય, પરંતુ જો તમે ખુલ્લા સમુદ્રમાં સાહસ કરો અને વધુ દૂર જવાનો પ્રયત્ન કરો ત્યોરે ડૂબી જવાનો ભય વધુ રહે છે. પણ જો તમે આ સમુદ્રમાં સૂઈ જાઓ તો પણ તમે ડૂબશો નહીં.

આ સમુદ્ર છે ક્યાં

જોર્ડન અને ઈઝરાયેલ વચ્ચે આ અનોખો અને રહસ્યમય દરિયો આવેલો છે. તે સમગ્ર વિશ્વમાં ‘ડેડ સી’ તરીકે ઓળખાય છે. આ સમુદ્ર તેના અત્યંત ખારા પાણી માટે જાણીતું છે.

આ સમુદ્રને ડેડ સી કહેવા પાછળનું કારણ

આ સમુદ્રનું પાણી એટલું ખારું છે કે તેમાં કોઈ પણ જીવ જીવી શકતો નથી, છોડ પણ તેમાં ટકી શકતા નથી. જો તમે તેમાં કોઈપણ માછલી છોડી દો, પછી ભલે તે સમુદ્ર માછલી હોય તો પણ તે મરી જશે. પોટાશ, બ્રોમાઈડ, ઝિંક, સલ્ફર, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનીજ સમુદ્રના આ પાણીમાં જોવા મળે છે. તેમના વધેલા જથ્થાને કારણે, આ સમુદ્રમાંથી નીકળતું મીઠું પણ માણસો માટે ઉપયોગમાં લઈ શકાતું નથી.

લોકો આ સમુદ્રમાં કેમ ડૂબી જતા નથી

ડેડ સી સમુદ્રની સપાટીથી લગભગ 1388 ફૂટ નીચે છે. એટલે કે, તે પૃથ્વીના સૌથી નીચલા બિંદુએ છે. આ સાથે આ સમુદ્ર લગભગ 3 લાખ વર્ષ જૂનો છે. તમને જણાવી દઈએ કે આ સમુદ્રની ઘનતા એટલી વધારે છે કે તેમાં પાણીનો પ્રવાહ નીચેથી ઉપર સુધી આવે છે અને આ જ કારણ છે કે કોઈ પણ માણસ ડૂબવાને બદલે પાણીની સપાટી પર તરતો રહે છે.

બીમારીઓથી દૂર રાખે છે ડેડ સીનું પાણી

કેટલાક નિષ્ણાતો માને છે કે ડેડ સીનું ખારું પાણી આખી દુનિયામાં સૌથી અનોખું છે કારણ કે તે ઘણા રોગોને પણ મટાડે છે. આ સમુદ્રનું પાણી અન્ય કોઈપણ સમુદ્રના પાણી કરતાં 33 ટકા વધુ ખારું છે અને તેના કારણે તેમાં સ્નાન કરવાથી ત્વચા સંબંધિત અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે. તેની માટીનો ઉપયોગ કરીને અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સ પણ બનાવવામાં આવે છે.


Spread the love

Related posts

15 મિનિટમાં 2 અકસ્માત, 16નાં મોત:વેનેઝુએલામાં કેમિકલ ભરેલા ટ્રકે અનેક વાહનોને ટક્કર મારી, આગ લાગતા 17 ગાડીઓ ફુંકાઈ

Team News Updates

અમેરિકામાં મોટેલ ચલાવતા પ્રવીણ પટેલની હત્યા:સાત ભારતીયોનાં મોત બાદ હવે જગત જમાદાર અમેરિકા જાગ્યું, USએ હુમલાની નિંદા કરી, કહ્યું- ‘આવી હિંસા સ્વીકાર્ય નથી..’

Team News Updates

ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 લોકોના મોત, 4 દિવસથી હતા લાપતા

Team News Updates