સુરતના કડોદરા વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષીય વિદ્યાર્થીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. ઇન્સ્ટાગ્રામ આઈ ડી પર આપઘાત પહેલા તેણે લખ્યું “ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર એવરિવન લવ એન્ડ કેર ટુડે ઇઝ માય લાસ્ટ ડે યુ આર નેવર સી મી અગેઇન”
મૂળ બિહારના અને હાલમાં સુરત જિલ્લાના કડોદરા ખાતે રહેતા રામ પ્રવેશ કામેશ્વર પ્રસાદ ભૂમિહાર મિલમાં સુપર વાઇઝર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના 19 વર્ષીય પુત્રએ આપઘાત કર્યો છે. સુરતના આયુષકુમાર કે જે ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. મહત્વનું છે કે તેણે ઘરમાં જ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. મૃતક વિદ્યાર્થીએ થોડા દિવસો અગાઉ જ ધોરણ 12ની પરીક્ષા આપી હતી.
ગતરોજ તેણે ઘરમાં પોતાની રૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. દીકરાને લઈને પરિવાર હોસ્પિટલ દોડ્યો હતો પરંતુ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મૃતક વિદ્યાર્થીને એક બહેન પણ છે. આપઘાત પહેલા તે ડીપ્રેશનમાં હોય તેમ લાગતું હતું. તેણે સોશિયલ મીડિયામાં એક ફોટો પોસ્ટ કરીને “ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર એવરિવન લવ એન્ડ કેર ટુડે ઇઝ માય લાસ્ટ ડે યુ આર નેવર સી મી અગેઇન” લખ્યા બાદ આપઘાત કર્યો છે. સમગ્ર મામલે કડોદરા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.
આપઘાત પાછળના એક નહીં પણ અનેક કારણો હોય છે. અગાઉ અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરીમાં પ્રેમીએ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે ક્રાઇમ બ્રાંચના ડીસીપીએ ગાડીમાં લઈ જઈ સારવાર કરાવી હતી. આ ઘટનાને લઈ ડીસીપી ચૈતન્ય મંડલીક સાથે વાતચીત કરતા કહ્યું કે યુવકના હાથમાં રૂમાલ બાંધ્યો હતો અને લોહી નીકળી રહ્યું હતું જેમાં એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ મારી ગાડીમાં સારવાર કરાવવા લઈ ગયા હતા. હાલ આ સમગ્ર મામલે માધુપુરા પોલીસે જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે આપઘાતનો પ્રયાસ(Suicide Attempt) કર્યો હતો. જેમાં પ્રેમીએ શાહીબાગમાં આવેલ પોલીસ કમિશનર કચેરી બહાર પોતાના હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.