News Updates
ENTERTAINMENT

IPLના ઈતિહાસમાં પાંચ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો, રોહિતના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો આ રેકોર્ડ

Spread the love

Mumbai Indians: મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ 2023 ની 54મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટથી માત આપી હતી. આ સાથે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર આવી ગઇ છે અને ટીમે જીત સાથે આઇપીએલમાં ઇતિહાસ રચ્યો હતો.

Mumbai Indians: IPL 2023ની 54મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે આરસીબીને 6 વિકેટથી માત આપી હતી. આ મેચમાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા મુંબઈને જીત માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈની ટીમે તેના બેટ્સમેનના દમ પર પહાડ જેવો ટાર્ગેટ સરળતાથી હાંસિલ કરી લીધો હતો. મુંબઇ માટે સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન અને નેહલા વડેરાએ શાનદાર બેટીંગ કરી હતી. આ સાથે જ મુંબઇની ટીમ પોઇન્ટસ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી હતી.

મુંબઇ ઇન્ડિયન્સે રચ્યો ઇતિહાસ

આરસીબી સામે મુંબઇ ઇન્ડિયન્સ માટે ઇશાન કિશને 42 રન, નેહાલ વડેરાએ 34 બોલમાં 52 રન બનાવ્યા હતા. જ્યારે, સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરીને ખાલી 35 બોલમાં 83 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના પ્રદર્શનના દમ પર મુંબઇ મેચ જીતવામાં સફળ રહી હતી. જીત સાથે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ એક આઇપીએલ સીઝનમાં ત્રણ વખત 200 પ્લસનો સ્કોર ચેઝ કરનાર પ્રથમ ટીમ બની ગઇ છે. મુંબઇએ આઇપીએલ 2023 માં 3 વખત 200 પ્લસનો ટાર્ગેટ ચેઝ કરી લીધો છે. જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સે 2018ની આઇપીએલ સીઝનમાં અને પંજાબની ટીમે આઇપીએલ 2014 માં 2 વખત 200 પ્લસનો સ્કોર ચેઝ કર્યો હતો.

મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ ઇતિહાસમાં 4 વખત 200 પ્લસનો સ્કોર ચેઝ કર્યો છે. આ રેકોર્ડની વાત કરીએ તો મુંબઇ બીજા સ્થાન પર છે. ટોચ પર પંજાબ કિંગ્સ છે જેણે આઇપીએલ ઇતિહાસમાં 5 વખત 200 પ્લસનો સ્કોર ચેઝ કર્યો છે. આઇપીએલના ઇતિહાસમાં મુંબઇની ટીમે 20 વખત 200 પ્લસનો સ્કોર ચેઝ કરવા માટે આપ્યો છે.


Spread the love

Related posts

‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મના 22 વર્ષ પૂર્ણ:કરન જોહર સેટ પર બેહોશ થઈ ગયો, કાજોલે શેર કર્યા રસપ્રદ કિસ્સાઓ

Team News Updates

Vanvaas Trailer:ટ્રેલર લોન્ચ થયું ‘વનવાસ’નું નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા સ્ટારર

Team News Updates

અભિનેતા રિયો કાપડિયાનું નિધન:’દિલ ચાહતા હૈ’, ‘ચક દે ઇન્ડિયા’ જેવી ફિલ્મોમાં કામ કરનાર અભિનેતાએ 66 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, 15 સપ્ટેમ્બરે થશે અંતિમ સંસ્કાર

Team News Updates