News Updates
SAURASHTRA

ગરીબ બાળકોના અક્ષર જ્ઞાન માટે સુરતમાં શરુ કરાઇ હરતી ફરતી બસ, એક સાથે 32 બાળકો બેસીને ભણી શકશે

Spread the love

સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ-વિદ્યાદીપ ગૃપ દ્વારા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યામંદિર દ્વારા આ ફરતી શાળા શરૂ કરવામાં આવી છે.

તમે ફરતી હોટલ જોઈ હશે, ફરતી હોસ્પિટલ પણ જોઈ હશે. પણ શું તમે ફરતી શાળા જોઈ છે ? જો ના જોઈ હોય અને જોવી હોય તો તમારે સુરત (Surat) જવું પડશે. જ્યાં અનોખી શાળા હરતી ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. આ હરતી ફરતી શાળા બસમાં હશે. વર્ગખંડમાં હોય તેવી જ સુવિધાઓ આ હરતી ફરતી શાળામાં શરૂ કરવામાં આવી છે. સુરતમાં ફૂટપાથ પર રહેતા બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે આ શાળા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ-વિદ્યાદીપ ગૃપ દ્વારા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યામંદિર દ્વારા આ ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. શાળાના ટ્રસ્ટી મહેશભાઈ પટેલ પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દીમાં સેવા કરવા નહોતા જઈ શક્યા. તેથી તેમણે આ પ્રકારે સેવા કરવાની નેમ લીધી અને એક બસમાં હરતી ફરતી શરૂ કરી છે.

આ બસમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવશે. આ બસ 8 લાખથી વધુની કિંમતે તૈયાર કરવામાં આવી છે. જેને રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયા અને રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશના હસ્તે ખુલ્લી મુકવામાં આવી છે.


Spread the love

Related posts

મુંબઇ-દિલ્હીની ફલાઇટ ફળી:રાજકોટ એરપોર્ટમાં એપ્રિલમાં 65 હજારથી વધુ મુસાફરો નોંધાયા, કુલ 513 ફલાઇટોએ ઉડાન ભરી

Team News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટ સભ્યોની ચૂંટણી જાહેર કરી, 5 જિલ્લાઓમાં થશે મતદાન પ્રક્રિયા

Team News Updates

કોમર્સ કોલેજ ગોધરા ખાતે પ્રથમ વર્ષ બી કોમના વિદ્યાર્થીઓનો ઓરીએન્ટશન કાર્યક્રમ યોજાયો

Team News Updates