News Updates
NATIONAL

પાણીની પાઇપ લાઇનમાંથી યુવતીની લાશ મળી:સિદ્ધપુરમાં છેલ્લા ચાર દિવસથી પાણી ન આવતાં પાલિકાએ ખોદકામ કર્યું તો એક પછી એક માનવ અવશેષો મળ્યા

Spread the love

સિદ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાંથી યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. શહેરના ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી નહોતું આવતું, જેથી નગરપાલિકાની ટીમ દ્વારા પાણીની પાઇપલાઇનમાં ખોદકામ કરીને તપાસ કરવામાં આવી હતી. પાઇપલાઇનમાંથી કોઈ અજાણી યુવતીના મૃતદેહના કેટલાક અવશેષો મળ્યા હતા, જેથી આ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

યુવતીનો મૃતદેહ પાણીની પાઇપલાઇનમાં કઈ રીતે પહોંચ્યો?
યુવતીનો મૃતદેહના કોહવાઇ ગયેલી હાલતમાં અવશેષો મળતાં પાલિકાની ટીમે તરત પોલીસને જાણ કરતાં સિદ્ધપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે હાલ તો મૃતદેહના અવશેષોને પીએમ અર્થે ખસેડી આ લાશ કોની છે અને પાણીની પાઇપલાઇનમાં કઇ રીતે આવી એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. 


Spread the love

Related posts

સિદ્ધારમૈયા CM, ડીકે ડેપ્યુટી સીએમ+2 મંત્રાલય+પ્રદેશ અધ્યક્ષ:હાઇકમાન્ડ થોડીવારમાં જાહેરાત કરશે; આવતીકાલે શપથ ગ્રહણ, બેંગલુરુમાં તૈયારીઓ શરૂ

Team News Updates

મણિપુરમાં કુકી જૂથે નેશનલ હાઈવે ખોલ્યો:કથળેલી કાયદો- વ્યવસ્થાથી પરેશાન થઈને 12 દિવસથી બે હાઇવે બ્લોક કર્યા હતા

Team News Updates

ચા પીવા ઉતરેલો ડ્રાઈવર હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો અને બસ ખાઈમાં ખાબકી!

Team News Updates