News Updates
NATIONAL

રાજ્યમાં 565 ટીમ દ્વારા કમોસમી વરસાદથી થયેલ નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ

Spread the love

રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર  રૂપિયા 9500  તથા બહુવર્ષાયુ બાગાયતી પાકોના કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર  રૂપિયા 12,600 ચૂકવવાની જોગવાઈ અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી કરવામાં આવી છે.

રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 565 ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડુતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. સર્વે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર સંપન્ન કરવામાં આવી છે.

માર્ચથી લઈ તબક્કાવાર વિવિધ જિલ્લાઓમાં સર્વે ટીમની રચના કરી

આ ઉપરાંત કમોસમી વરસાદ સંદર્ભે ગ્રામીણ કક્ષાએથી ખેડૂત આગેવાનો, સરપંચઓ,પદાધિકારીઓ દ્વારા મળેલી રજૂઆતો/અરજીઓના અહેવાલ ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્ર તથા ખેતીવાડી ખાતાના ફિલ્ડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બે દિવસમાં પ્રાથમિક સર્વેની કામગીરી શરુ કરવામાં આવી હતી તથા વિગતવાર સર્વેની જરૂરિયાત જણાતા સ્થાનિક પરિસ્થિતિ મુજબ 7 માર્ચથી લઈ તબક્કાવાર વિવિધ જિલ્લાઓમાં સર્વે ટીમની રચના કરી વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કુલ ઘંઉ વાવેતર 2 હેકટર પૈકી 0.64 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત પડેલ હોવાનુ જણાયું

જસદણ તાલુકાના આટકોટ ગામમાં પણ ખેડુતવાર વિગતવાર સર્વે કરી સર્વે યાદી બનાવવામાં આવી છે જેમાં જે બે ખેડુતોનો સર્વેમાં સમાવેશ થયેલ છે તથા તેઓનાં ખેતર ઉપર સર્વે ટીમ દ્વારા 09 અને 10 માર્ચના રોજ સ્થળ મુલાકત લીધેલ જેમાં એક ખેડુતનાં ખેતરમાં ઘંઉ પાકનુ વાવેતર માલુમ પડેલ તથા કુલ ઘંઉ વાવેતર 2 હેકટર પૈકી 0.64 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત પડેલ હોવાનુ જણાયું છે .

બીજા ખેડુતના ખેતરમાં 1.60 હેકટર વિસ્તારમાં ઉનાળુ તલ પાકનુ આગોતરૂ વાવેતર માલુમ પડેલ તથા તલ પાક વાનસ્પતિક વૃધ્ધિ અવસ્થાએ માલુમ પડેલ પરંતુ બન્ને ખેડુતના ખેતર પર નિયત ધોરણ તથા માપદંડ અનુસાર નોંધપાત્ર નુકસાન જણાયું નહોતું એટલે એમનો સહાયમાં સમાવેશ કરાયો નથી.આ અગેના માધ્યમોમાં પ્રસારિત થયેલા સમાચારોનું ખંડન કરવામાં આવે છે.

સહાય પ્રતિ હેક્ટર  રૂપિયા 9500

જિલ્લા કક્ષાએથી અસરગ્રત ખેડુતોને સહાયભૂત થવા રાજય સરકાર દ્વારા 05 મે 2023 થી કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે જેમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડુતોને નોંધપાત્ર સહાય મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા SDRF નાં ધોરણો ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાયમાં અત્યાર સુધીનો મહત્તમ વધારો કરી ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર  રૂપિયા 9500  તથા બહુવર્ષાયુ બાગાયતી પાકોના કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર  રૂપિયા 12,600 ચૂકવવાની જોગવાઈ અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી કરવામાં આવી છે.

કમોસમી વરસાદની કામગીરી અંતર્ગત સમગ્ર રાજયમાં રજુઆતો અન્વયે અસરગ્રસ્ત ખેડુતોનાં ખેતરની મુલાકાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત ખેડુતોનાં latitude/longitude નાં ફોટા મહદઅંશે લેવામાં આવ્યા છે. તથા સર્વે થયા અંગેના ખેડુતો/સ્થાનીક પંચો/પદાધિકારીઓ/આગેવાનો ની સહી સાથે પંચ રોજકામ કરવામાં આવ્યું છે.

જેમાં દરેક નુકસાનગ્રસ્ત ખેડુતની વિગત સર્વે યાદીમાં નોધવામાં આવેલ છે. સર્વે યાદી/ પંચ રોજકામ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે ઉપલબ્ધ છે. આમ સર્વે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર કરવામાં આવી છે.


Spread the love

Related posts

બિહારમાં પત્નીના લફરાની જાણ થતા જ પતિએ બળજબરીથી બંને પ્રેમીઓના લગ્ન કરાવ્યા

Team News Updates

Oxford University માં નામ થઈ જશે અમર રતન ટાટાનું  

Team News Updates

ગર્લફ્રેન્ડને કોકપિટમાં લઈ ગયેલાં પાયલોટનું લાઇસન્સ સસ્પેન્ડ:DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, 27 ફેબ્રુઆરીની ઘટના

Team News Updates