News Updates
NATIONAL

ચા પીવા ઉતરેલો ડ્રાઈવર હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો અને બસ ખાઈમાં ખાબકી!

Spread the love

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો ખુબ જ ચોંકવાનારા છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો મેઘાલયના કોઈ વિસ્તારનો છે. એક બસ ડ્રાઈવર ચા પીવા માટે ચાની દુકાન પર ઊભો હતો. પણ તે એક યાત્રીઓથી ભરેલી બસને હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો.

દુનિયામાં જેની પાસે પણ સ્માર્ટફોન છે. તે તમામ લોકો સોશિયલ મીડિયા વગર હવે રહી શકતા નથી. સોશિયલ મીડિયા આજના સમયમાં મનોરંજનનું નવુ માધ્યમ બન્યું છે. હવે ઘરની મહિલાઓ ટીવી પર સાસ-વહુની સિરિયલો કરતા વધારે સ્માર્ટફોન પર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર દુનિયાના ખૂણેખૂણે બનતી ઘટનાઓ થોડી જ મિનિટોમાં જાણી શકાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર મેઘાલયનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો ખુબ જ ચોંકવાનારા છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો મેઘાલયના કોઈ વિસ્તારનો છે. એક બસ ડ્રાઈવર ચા પીવા માટે ચાની દુકાન પર ઊભો હતો. પણ તે એક યાત્રીઓથી ભરેલી બસને હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો. જેને કારણે બસ ઢાળ પરથી નીચે સરકવા લાગી. આ ઘટનાને કારણે બસમાં હાજર લોકોએ ચીસો પાડી હતી.

બસ સીધી નાનકડી ખાડીમાં જઈને ભયનાક રીતે નીચે પડી હતી. આ ઘટનાની આસપાસના  લોકો ગભરાઈ ગયા હતા. આસાપાસનો લોકો બસમાં સવાર યાત્રીઓને બચાવવા માટે દોડી ગયા હતા. આ ઘટનામાં કોઈપણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ ચા તો ખરેખર મોંઘી પડી. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દરેક બસ ડ્રાઈવર માટે આ વીડિયો બોધપાઠ સમાન છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.


Spread the love

Related posts

નવનીત રાણાની જાતિ પર સવાલ- સુપ્રીમ કોર્ટમાં નિર્ણય અનામત:અમરાવતી સાંસદ પર આરોપ- નકલી દસ્તાવેજો આપીને કાસ્ટ સર્ટિફિકેટ બનાવ્યું હતું

Team News Updates

ઘરમાં એકવાર લગાવી દીધા આ છોડ, તો ફરી ક્યારેય નહીં પડે રુમ ફ્રેશનરની જરુરત

Team News Updates

IIT-બનારસમાં વિદ્યાર્થિનીના કપડાં ઉતારાવ્યાનો મામલો:2500 વિદ્યાર્થીઓએ 11 કલાક સુધી કર્યું પ્રદર્શન, PMOએ રિપોર્ટ માંગ્યો; IIT-BHU વચ્ચે દીવાલ બનાવવામાં આવશે

Team News Updates