News Updates
NATIONAL

પુણેમાં વાનની બ્રેક ફેલ, 2ના મોત:ડ્રાઈવર બૂમો પાડતો રહ્યો હતો અને લોકોને દૂર હટાવતો રહ્યો; 7 વાહનોને ટક્કર મારી, 5 ઘાયલ

Spread the love

મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે મોડી રાત્રે વેનિટી વાનની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ત્યારબાદ વાને લગભગ 7 વાહનોને ટક્કર મારી હતી અને અંતે ટેમ્પો સાથે અથડાઈને થંભી ગઈ હતી. આ દરમિયાન બે લોકોના મોત થયા હતા અને અન્ય 5 લોકો ઘાયલ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના પેલેસ ઓર્ચાર્ડ સોસાયટી, NIBM-ઉંડ્રી રોડ, કોઢવા ખાતે બની હતી. મોડી રાત્રે ટાઈમ ટ્રાવેલ્સની બસ NRBM રોડ પર આવેલી જ્યોતિ હોટલ પાસેથી જઈ રહી હતી. આ દરમિયાન બ્રેક ફેલ થયા બાદ ડ્રાઈવરે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો અને લોકોને દૂર ખસી જવા કહી રહ્યો હતો.

કેટલાક લોકો દૂર ખસી ગયા, પરંતુ ભીડવાળા રસ્તા પર કેટલાક વાહનો તેની ઝપેટમાં આવી ગયા હતા. વાને BMW, 3 કાર, એક રિક્ષા અને એક બાઇકને ટક્કર મારી હતી. આ પછી, તે ટેમ્પો સાથે અથડાઈ અને 500 મીટર દુર જઈને ઉભી રહી ગઈ હતી.


Spread the love

Related posts

12 દેશની વાયુસેના ભારત આવશે, ભારતીય વાયુસેના સાથે કરશે સંયુક્ત અભ્યાસ

Team News Updates

જીમેઈલ પર પણ હવે દેખાવા લાગ્યું બ્લુ ટિક, અસલી-નકલી મેઈલની આ રીતે થશે જાણ

Team News Updates

એરફોર્સમાં 12 નવા સર્વેલન્સ એરક્રાફ્ટનો સમાવેશ થશે:રડાર કવરેજ 300 ડિગ્રી સુધી હશે; બોર્ડર પર દેખરેખ વધારવાનો રક્ષા મંત્રાલયનો નિર્ણય

Team News Updates