News Updates
NATIONAL

વિદેશમાં બેઠાં-બેઠાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણો:પશ્ચિમ ભારતની પહેલી યુનિવર્સિટી, જે ઓનલાઇન કોર્સ ભણાવશે, 1 જૂન પહેલાં એડમિશન પ્રક્રિયા શરૂ

Spread the love

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે ઓનલાઇન કોર્સની જાહેરાત કરવામાં આવી હતી. જોકે હવે ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઇન કોર્સ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થશે. 1 જૂન પહેલાં ઓનલાઇન કોર્સ માટેની પ્રવેશપ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. યુનિવર્સિટીમાં અલગ-અલગ 6 કોર્સ માટે પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પહેલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી એ રાજ્ય અને પશ્ચિમ ભારતની પ્રથમ યુનિવર્સીટી હશે કે, જેમાં ઓનલાઇન કોર્સ ભણાવવામાં આવશે.

1 જૂન પહેલાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો હવે સરળ બનશે. તમે વિશ્વના કોઈપણ ખૂણે બેઠાં-બેઠાં ગુજરાત યુનિવર્સિટીના કોર્સ ઓનલાઇન ભણી શકશો. આ કોર્સમાં પ્રવેશ પરીક્ષા અને પરિણામ ઓનલાઇન જ રહેશે. ઉંમરની કોઈપણ મર્યાદા રાખવામાં આવી નથી, જેથી કોઈપણ વયની વ્યક્તિ આ કોર્સ ભણી શકશે.1 જૂન પહેલાં યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન કોર્સ માટેની પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

વિદ્યાર્થી વિશ્વના કોઈપણ ખૂણેથી બેઠાં-બેઠાં ભણી શકશે
BA, MA, BCOM, MCOM, MSC મેથેમેટિક્સ, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સહિતના કોર્સ ઓનલાઇન ભણાવવામાં આવશે. આ ઉપરાંત 25થી વધારે ડિપ્લોમા કોર્સ અને 30થી વધુ સર્ટિફિકેટ કોર્સ ભણાવવામાં આવશે. વિદ્યાર્થી વિશ્વના કોઈપણ ખૂણેથી બેઠાં-બેઠાં ભણી શકશે.

ગુજરાતમાં પહેલીવાર યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન ભણાવવામાં આવશે
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે જાહેરાત અગાઉ કરવામાં આવી હતી, પરંતુ મિડ સેમેસ્ટરને કારણે પ્રવેશ અટકી ગયો હતો. ટૂંક સમયમાં રૂપરેખા જાહેર કરીને એડમિશન ફોર્મ મૂકવામાં આવશે.1 જૂન પહેલાં જ પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ કોર્સ સાથે MCAના સ્પેશિયલ વર્ગ માટે પણ મંજૂરી મળી છે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે ઓનલાઇન ભણાવવામાં આવશે.


Spread the love

Related posts

ભારતીય રેલવેમાં નીકળી વેકેન્સી:31 મે સુધી અરજી કરો, 1.60 લાખ સુધીનો પગાર મળશે

Team News Updates

અંગ્રેજો છોડો મુઘલ પણ પાર નહોતા કરી શક્યા આ કિલ્લો, જાણો શું હતું ખાસ એવું આ કિલ્લામાં

Team News Updates

કર્ણાટકમાં બે કલાકમાં 8.26% વોટિંગ:સીતારમણે કોંગ્રેસને મૂર્ખ ગણાવી, ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ પત્ની સુધા સાથે લાઇનમાં ઉભા રહીને વોટિંગ કર્યું

Team News Updates