News Updates
RAJKOT

રાજકોટ: “નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” સેમીનારનું ભવ્ય આયોજન

Spread the love

તા.૨૩,રાજકોટ: યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર, કચ્છ સૌરાષ્ટ્ર એચ.આર.ફોરમ રાજકોટ, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ભારતીય મઝદૂર સંઘના સંયુક્ત ઉપક્રમે ગત તા.૨૧.૦૫.૨૦૨૩ને રવિવારના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ,રાજકોટ ખાતે એક ભવ્ય સેમિનાર“નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર યોજાયો હતો. જેમાં મુખ્યત્વે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરની પ્રખ્યાત કંપનીઓના એચ.આર.પ્રોફેશનલ્સ,સર્વિસ પ્રોવાઇડરો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આશીર્વચન  અને આધ્યાત્મિક વિચારોના આદાનપ્રદાન માટે BAPSના શ્રી પ્રખર અભ્યાસુ સંતશ્રી અપૂર્વમુની સ્વામીશ્રી, સ્વામી નારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ઉપરાંત મુખ્ય વક્તા તરીકે શ્રી પ્રવિણદાન ગઢવી, યુનિટ હેડ,યુપીએલ લીમીટેડ, વિષય અનુરૂપ ટીપ્પણીઓ માટે શ્રી હસુભાઈ દવે, પ્રમુખશ્રી કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ડૉ.સ્નેહલ લોખંડવાલા, ડીનશ્રી, યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર દ્વારા ખાસ ઉપસ્થિત રહી સર્વેને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય આયોજકો સર્વ શ્રીદિલીપભાઈ પંચમીયા, સેક્રેટરીશ્રી,કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ડૉ.રાજુભાઈ દવે વિભાગીયવડા શ્રી,સમાજકાર્ય ભવન, શ્રી રાજેન્દ્રભાઈ ગઢવી, ડીપાર્ટમેન્ટ રાજકોટ નાગરિક બેંક, શ્રી સહદેવસિંહ જાડેજા, પ્રમુખશ્રી,ભારતીય મઝદૂર સંઘ, ગુજરાત પ્રદેશ,તથા શ્રી ધર્મેશભાઈ પટેલ, રજીષ્ટ્રારશ્રી, યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર વગેરે તરફથી સર્વે ઉપસ્થિત લોકોનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી નરેન્દ્રભાઈ દવે,શ્રી વિજયભાઇ રાબડિયા, RNSBના અગ્રણીઓ સર્વે શ્રી કિશોરભાઇ મુંગલપરા, શ્રી ધોળકિયાસાહેબ, ગીતાંજલી કોલેજના શ્રી શૈલેષભાઈ જાની, ભારતીય મજદૂર સંઘના  સહ પ્રભારીશ્રી, શ્રી વાલજીભાઇ ચાવડા  સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં પ.પૂ.શ્રી અપૂર્વ મુનિ સ્વામીશ્રી દ્વારા વિધાર્થીઓ,વાલીઓ ઉપરાંત એચ.આર.પ્રોફેશનલ્સ સહિત તમામને વ્યક્તિતવ વિકાસ ઘડતર, શૅક્ષણિક ક્ષેત્રે તેમજ સામાજિક પાસાઓને ધ્યાને લઇ યોગ્ય નિર્ણય શક્તિના પાવરથી સરળતાથી આગળ વધી શકાય તેમજ HRનું મહત્વ દરેક જગ્યાએ ઘરપરિવાર હોય કે મોટી કમ્પની કે કોઈ મોટા સામાજિક મેળાવડા હોય બધે જ મહ્ત્વનું છે.સાથે સાથે વિધાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે કોર્સ નક્કી કરતી વખતે પોતાની રૂચિ અનુરૂપ પસંદગી કરવી જોઈએ, તેમજ વાલીઓ માટે પણ કોર્સ પસંદગી કરવી એક વિકરાળ પ્રશ્ન હોય તેઓને પણ વિવિધ દાખલાઓ આપી કઈ રીતે બાળકને તેના વિકાસમાં મદદરૂપ થઈ શકાય ઉપરાંત જીંદગીની નિષ્ફળતાઓ દરમ્યાન નાસીપાસ થયા વગર સત્તત હકારાત્મકતાથી આગળ વધવું જોઈએ તે માટે ખાસ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી પ્રવિણદાન ગઢવી, યુનિટ હેડ, યુપીએલ લીમીટેડ,તથા ડૉ.સ્નેહલ લોખંડવાલા, ડીનશ્રી, યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર દ્વારા વિધાર્થીઓને યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ કોર્સ – ડિપ્લોમા, બી.ઇ. , એમ.ઇ. બી.સેસ.સી. એમ.એસ.સી , પી.એચ.ડી તેમજ યુનિવર્સીટી દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃતિ વિષે માહિતગાર કરવા ઉપરાંત શ્રી પ્રવીણદાન ગઢવી દ્વારા સમાજમાં વિવિધ પાસાઓ પર યોગ્ય નિર્ણાયશક્તિ દ્વારા કેવી રીતે હેતુઓ પાર પાડી શકાય તેના વિષે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. તેઓ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને યુ.પી.એલ. યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસ્ક્ર્મોમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી તથા જરૂરિયાતમંદ વિધ્યાર્થીઓને  સ્કોલરશીપ આપવામાં આવે છે તે અંગે વિગતો આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં અગ્રણી શ્રી હસુભાઈ દવે, પ્રમુખશ્રી કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), દ્વારા જી-20 એ આંતરરાષ્ટ્રીય ઇકોનોમિક કો-ઓપરેશનનું અત્યંત મહત્વનુ ફોરમ છે. વર્ષ 2007 તથા 2009ની આર્થિક મંદીમાંથી સમગ્ર વિશ્વને બહાર લાવવાની કામ G-20 સંગઠને કરેલ હતું.ત્યાર બાદ વસુદેવ કુટુંબકમનો દાખલો આપી ભારત જન,જલ,જમીન,જાનવર અને જંગલનો સામૂહિક વિકાસ થાય તે વડાપ્રધાન શ્રી નરેંન્દ્રભાઈ મોદી દ્વારા વિશેષ કામગીરી થઈ રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ  G-20 અને L-20 વિષે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.

શ્રીદિલીપભાઈ પંચમીયા, સેક્રેટરીશ્રી,કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ દ્વારા સૌને આવકારવામાં આવેલ હતા. ડૉ.સ્નેહલ લોખંડવાલા, ડીનશ્રી, યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર દ્વારા પ્રેસેંટેશનના માધ્યમથી યુ.પી.એલ. યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસ્ક્ર્મોની માહિતી સાથે યોગ્ય નિર્ણય શક્તિનો ઉપયોગ કરી વ્યક્તિત્વ ઘડતર કરી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આભાર વિધિ શ્રી સહદેવસિંહ જાડેજા, પ્રમુખશ્રી,ભારતીય મઝદૂર સંઘ, ગુજરાત પ્રદેશ,દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રાજેન્દ્રભાઈ ગઢવી, ડીપાર્ટમેન્ટ હેડ-રાજકોટ નાગરિક બેંક,દ્વારા કરવામાં આવ્યું હતું,

                             કાર્યક્રમને સફળ બનાવવા  સંયોજકો સર્વ શ્રી દિલીપભાઈ પંચમીયા,શ્રી રોહિતભાઈ હિંડોચા, શ્રી ધર્મેશભાઈ પટેલ, ડૉ. રાજુભાઈ દવે,શ્રી રાજેન્દ્રભાઈ ગઢવી,શ્રી સહદેવસિંહ જાડેજા શ્રી ધર્મેન્દ્રભાઈ રોહડિયા. શ્રી પુલ્કેશિભાઈ જાની, શ્રી રૂપાલી સિંઘ,વગેરેએ ખાસ જહેમત ઉઠાવી હતી.


Spread the love

Related posts

3 વર્ષ પૂર્વે કરેલા કોર્ટ મેરેજનો કરૂણ અંજામ:રાજકોટની પરિણીતાએ શંકાશીલ પતિને વીડિયો કોલ કરી ઝેર પી આપઘાત કર્યો હતો, મરવા મજબૂર કરનાર સાસરિયા સામે ફરિયાદ

Team News Updates

આપણાં સૈનિકો જ સાચા સેલિબ્રિટી

Team News Updates

કોલેજિયનો બાદ હવે નોકરી કરતાં યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરવાનું ષડયંત્ર પોલીસે પકડ્યું

Team News Updates