News Updates
GUJARAT

નદીમાં પ્રદૂષણ:વિશ્વ પર્યાવરણ દિવસે જ અંકલેશ્વરના ઉછાલી ગામની અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓના મોત

Spread the love

અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી અમરાવતી નદીમાં વિશ્વ પર્યાવરણ દિવસે અસંખ્ય માછલીઓનું મૃત્યુ થતાં પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે. ગત વર્ષે પણ અમરાવતી ખાડીમાં આજના દિવસે જ અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું હતું. અગાઉ NGT કોર્ટે નોટિફાઈડને દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો.તેમ છતાંય કેમીકલના કારણે પુનઃ માછલીઓના મોતના કારણે લોક ચર્ચાનો વિષય બન્યો છે.

આ જ દિવસે ગયા વર્ષે પણ માછલીઓના મોત નિપજ્યા હતાં
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને પર્યાવરણની રક્ષા માટે જાગૃતિ ફેલાવવા આ દિવસે અનેક પ્રોગ્રામો કરવામાં આવે છે. ત્યારે આજે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું છે. ગત વર્ષે પણ આ અમરાવતી ખાડીમાં આજ દિવસે એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે જ અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું હતું. આ બનાવની ફરિયાદ તે સમયે સરકારી વિભાગો અને NGT કોર્ટમાં પણ થઇ હતી.જેની તપાસ થઇ છે અને NGT કોર્ટ દ્વારા અંકલેશ્વરની નોટિફાઈડ વિભાગની કચેરી વિરુદ્ધ નાણાકીય દંડ ચુકવવાના હુકમો કર્યો હતો. તેમ છતાં આ ઘટનાનું એજ દિવસે ફરી પુરાવર્તન થયું છે.

વારંવાર બનતી ઘટનાઓ ચિંતાજનક અને દુઃખદ છે
ગત રોજ વરસેલા ઓછા વરસાદમાં પણ અમુક ઓદ્યોગિક વસાહતોમાંથી પ્રદુષિત પાણી મુખ્ય માર્ગો પર અને ખાડીઓ તરફ વહેતા નજરે દેખાયા હતા. જેની તપાસ અને કાર્યવાહી જીપીસીબી તરફથી કરવામાં આવી હતી. આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે,અમરાવતી ખાડીમાં વિશ્વ પર્યાવરણના દિવસે માછલીઓના મૃત્યુનું પુનરાવર્તન થયું છે. ગત વર્ષે આજ દિવસે આવી જ ઘટના બની હતી.તે પર્યાવરણ માટે આ ચિંતાજનક અને દુઃખદ બાબત છે.


Spread the love

Related posts

પંજાબમાં ‘ગતકા’ કરતી સમયે યુવકને લાગી આગ, VIDEO:યુદ્ધ અભ્યાસ માટે પેટ્રોલથી સર્કલ બનાવી રહ્યો હતો; જોવા માટે ઊભેલાં લોકોમાં ભાગદોડ મચી

Team News Updates

BMW X4 M40i Coupe SUV ₹96.2 લાખમાં લોન્ચ:4.9 સેકન્ડમાં 0-100kmph ની સ્પીડનો દાવો, મર્સિડીઝ-AMG GLC 43 સાથે સ્પર્ધા કરશે

Team News Updates

RAJKOT: CRIME BRANCH પીઆઈ વાય.બી. જાડેજાની બદલીનું આ હોય શકે છે કારણ !!

Team News Updates