ગુરુવારે માંડવીના જહાજવાડામાં આઠ મહિને તૈયાર થયેલું રાજ્યનું પ્રથમ મહાકાય બાર્જ દરિયામાં તરતું મુકાયું હતું. ડાયમંડ નામના જહાજની વિધિસર પૂજન વિધિ ધારાસભ્ય અનિરૂધ્ધ દવેના હસ્તે કરાશે. ટૂંક સમયમાં રિશિ શિપિંગ કંપનીમાં આ બાર્જ કામ કરતું થશે. ઉલ્લેખનીય છે કે, માંડવીમાં 207 ફૂટ લાંબી, 18 ફૂટ ઊંચી, 23 હજાર ક્યૂબિક લાકડા સાથેની માછીમારી બોટ 8 કરોડના ખર્ચે બનાવાઇ હતી. આમ આ બંદરે ઇતિહાસ રચ્યો છે.
બાર્જની વિશેષતા
46 ફૂટ : પહોળાઇ,
50 ફૂટ : ઊંચાઇ,
256 ફૂટ : લંબાઇ,
850 : હોર્સ પાવરના બે એન્જિન,
2500 ટન માલ વહન ક્ષમતા,
1500 ટન : સ્ટીલ પ્લેટનો ઉપયોગ