News Updates
SURAT

પ્રતિકાર કરતા મોઢા-કમરના ભાગે મૂક્કા માર્યા:હજીરાની કંપનીના CISF જવાનની પત્ની સાથે સાથી કર્મચારીનું દુષ્કર્મ, ‘કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી

Spread the love

સુરતના હજીરા વિસ્તારની રાષ્ટ્રીયકૃત કંપનીમાં ફરજ બજાવતા CISFના કોન્સ્ટેબલની પત્નીને બે સંતાન અને પતિને મારી નાખવાની ધમકી આપી જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા. બાદ પુનઃ દુષ્કર્મનો પ્રયાસ કરનાર પડોશમાં રહેતા કોન્સ્ટેબલના સાથી કર્મી એવા CISFના સ્વીપર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.

હમવતની હોવાથી આરોપી ઘરે જમવા આવતો
CISFમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા જવાનની પત્ની તથા બે સંતાન સાથે વેસુ વિસ્તારની કોલોનીમાં રહે છે. બે મહિના અગાઉ CISFમાં સ્વીપર તરીકે ફરજ બજાવતા હમવતની સુનિલકુમાર વેદ પ્રકાશ (ઉંમર વર્ષ 32) મૂળ રહે. બબેદ પાણીપત હરિયાણાનો, જે હજીરાની રાષ્ટ્રીયકૃત કંપનીમાં પોસ્ટિંગ થતા ફરિયાદીના પડોશમાં રહેવા આવ્યો હતો. સુનિલનો પરિવાર વતનમાં હોવાથી કોન્સ્ટેબલના ઘરે જમતો હતો. આ દરમિયાનમાં સુનિલે કોન્સ્ટેબલની પત્નીને ઉશ્કેરતા કહ્યું હતું કે, તારો પતિ સવારે મોર્નિંગ વોકમાં જાય ત્યારે મહિલા અને યુવતીઓને જુએ છે. કોઈક સાથે તેને પ્રેમ સંબંધ પણ છે. જે બાદ 24 મેના રોજ જવાન જ્યારે સવા પાંચ વાગ્યે નોકરી પર જવા નીકળ્યો, ત્યારબાદ 15 મિનિટ પછી સુનિલ અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો. નિંદ્રાધિન બે સંતાનની હાજરીમાં કોન્સ્ટેબલની પત્ની સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધી કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલી કોન્સ્ટેબલની પત્નીએ મો સીવી લીધું હતું.

ઈન્કાર કરતા મહિલાને માર પણ માર્યો
ગત રાતે કોન્સ્ટેબલ નાઈટ શિફ્ટમાં ગયો હતો અને તેની પત્ની તથા બે સંતાન, નણંદ સાથે સુતી હતી. ત્યારે સુનિલ અચાનક સવારે 5:00 વાગ્યાના અરસામાં ઘરમાં ઘૂસી ગયો હતો અને જબરદસ્તી શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોન્સ્ટેબલની પત્ની ઇન્કાર કરતા તેને મોઢા તથા કમરના ભાગે ઢીકા-મૂક્કાનો મારમારી નાસી ગયો હતો. નાઈટ શિફ્ટમાંથી પતિ જ્યારે પરત આવ્યો, ત્યારે હમવતની એવા સુનીલની કરતૂત અંગે જાણ થતા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી સુનિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સુનીલ પણ પરણિત છે અને એક સંતાનનો પિતા છે.


Spread the love

Related posts

સુરતની એથર ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગથી 24 કામદારો દાઝ્યા; અચાનક સે બ્લાસ્ટ હુઆ ઔર હમ ભાગને લગેઃ ફર્સ્ટ પર્સન

Team News Updates

રક્ષાબંધનનાં પાવન પર્વ નિમિતે કરી એક વિશેષ જાહેરાત, 1 હજાર રુપિયા ભરીને આખુ વર્ષ અનલિમિટેડ મુસાફરી

Team News Updates

ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા

Team News Updates