News Updates
NATIONAL

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કેમિકલના ટેન્કરમાં આગ:4નાં મોત, કેટલાક વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા; ભડભડ સળગતું ટેન્કર બળીને ખાખ

Spread the love

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મંગળવારે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી. જેમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ઘટના બપોરે 12 વાગ્યે ખંડાલા બાયપાસ પર ફ્લાયઓવરની છે.

અહેવાલો અનુસાર, આગ એટલી ભયાનક હતી કે થોડી જ મિનિટોમાં સળગતું આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું હતું. ટેન્કરમાંથી નીકળતું કેમિકલ ફ્લાયઓવરની નીચે પડતું હતું. જ્યાં- જ્યાં કેમિકલ પડ્યું ત્યાં આગ ફેલાઈ ગઈ હતી.

અકસ્માત દરમિયાન ટેન્કરમાં સવાર બે લોકો અને ફ્લાયઓવર નીચેથી પસાર થતા બે બાઇક સવારો આગની ઝપેટમાં આવી ગયા હતા. ભીષણ આગમાં દાઝી જવાથી તેમનું મોત થયું હતું. ફ્લાયઓવરની નીચે કેટલાક વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે. ઘાયલોને સોમાટણેની પવન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટના બાદ મુંબઈ અને પુણે જતો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. જેના કારણે અનેક કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસે ફાયર ફાયટરને બોલાવી હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને ટેન્કરને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે.

ડેપ્યુટી CM ફડણવીસે કહ્યું- વાહનોની અવર-જવર શરૂ કરવામાં આવી રહી છે
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, મુંબઈ-પુણે હાઈવે પર અકસ્માતમાં 4 લોકોના મોતની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

ફડણવીસે વધુમાં કહ્યું કે, રાજ્ય પોલીસ દળ, હાઈવે પોલીસ, આઈએનએસ શિવાજી, ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે છે અને હવે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. એક તરફ વાહનવ્યવહાર શરુ કરવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુ પણ ટૂંક સમયમાં શરૂ થશે. રાજ્ય સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.


Spread the love

Related posts

લીલા શાકભાજી બાદ હવે મસાલાના ભાવમાં વધારો, એક કિલો જીરુંનો ભાવ 1200 રૂપિયા, લાલ મરચાનો ભાવ 400 રૂપિયાને પાર

Team News Updates

દુબઈથી પ્રાઈવેટ પાર્ટમાં છુપાવી સોનું લાવનાર વ્યક્તિ કસ્ટમના હાથે ઝડપાયો, કિંમત છે લાખોમાં

Team News Updates

અજમેરમાં વરસાદે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 5 જિલ્લામાં પૂર; કોટા, બારાં-સવાઈ માધોપુરમાં રેડ એલર્ટ

Team News Updates