News Updates
BUSINESS

મારુતિની નવી કાર ‘ Invicto​​​​​​​’ લોન્ચ થશે:મારુતિની સૌથી મોંઘી આ કાર ભારતમાં 5 જુલાઈએ લોન્ચ થશે, અંદાજિત કિંમત 18.55 લાખ

Spread the love

મારુતિ સુઝુકીએ તેની આગામી કારના નામની સત્તાવાર જાહેરાત કરી છે. ટોયોટાની Innova Hycross પર આધારિત આ પ્રીમિયમ MPV ભારતમાં ‘Invicto’ નામથી લોન્ચ કરશે. મારુતિએ BSE ફાઇલિંગમાં આ માહિતી આપી છે.

કંપનીની નવી ફ્લેગશિપ કાર ભારતમાં 5 જુલાઈના રોજ શોકેસ કરવામાં આવશે. Invicto ભારતમાં Nexa ડીલરશિપ દ્વારા વેચવામાં આવશે. કારનું બુકિંગ 19મી જૂનથી શરૂ થશે. કારના સિલુએટની ઝલક આપતાં ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કારને ટીઝ કરવામાં આવી છે.

મારુતિ સુઝુકી Invicto: અંદાજિત કિંમત
મારુતિ Invictoની કિંમત રૂ. 18.55-29.99 લાખ (દિલ્હી, એક્સ-શોરૂમ) વચ્ચે હોઇ શકે છે. આ કારની સીધી સ્પર્ધા ટોયોટા ઈનોવા હાઈક્રોસ સાથે થશે. આ સિવાય આ કારને Mahindra XUV700, Kia Carens અને Kia Carnivalથી પણ ટક્કર આપશે.

મારુતિ સુઝુકી ઇન્વિક્ટો: એન્જિન અને ગિયરબોક્સ
Invictoને ટોયોટા ઇનોવા હાઇક્રોસમાં ઓફર કરવામાં આવેલું 2.0-લિટર ચાર-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે, જે 174 PS પાવર અને 205 NM ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને CVT ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ટ્યુન કરવામાં આવ્યું છે. આ એન્જિન સાથે 16 kmplની માઈલેજ મળશે.

આ ઉપરાંત, કારને સેલ્ફ-ચાર્જિંગ ઇલેક્ટ્રિક મોટર સાથે TNGA 2.0-લિટર ચાર-સિલિન્ડર હાઇબ્રિડ પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ મળશે, જે E-CVT સાથે જોડાયેલ છે. આ એન્જિન 186 PSનો પાવર અને 206 NMનો ટોર્ક જનરેટ કરે છે. હાઇબ્રિડ એન્જિન સાથે 21.1 kmplની માઇલેજ મળશે.

મારુતિ સુઝુકી Invicto​​​​​​​: ડિઝાઇન આવનારી મારુતિ સુઝુકી Invicto​​​​​​​ એ ઈનોવા હાઈક્રોસનું રી-બેજ વર્ઝન હશે, પરંતુ તેને અલગ બનાવવા માટે તેમાં ઘણા બ્રાન્ડ-વિશિષ્ટ ફેરફારો મળશે. જેમાં ટ્રાઇ-પીસ હેડલાઇટ્સ અને ટેલલાઇટ્સ, સુઝુકી લોગો સાથે હેડલાઇટને જોડતી બે ક્રોમ સ્ટ્રીપ્સ અને ફરીથી ડિઝાઇન કરેલી ગ્રિલ અને બમ્પર-માઉન્ટેડ LED DRLsનો સમાવેશ થાય છે. કારની સાથે નવી ડિઝાઈનના એલોય વ્હીલ્સ પણ આપવામાં આવી શકે છે.

મારુતિ સુઝુકી Invicto​​​​​​​: આંતરિક અને સુવિધાઓ
ઈન્ટીરીયરની વાત કરીએ તો તેનું ડેશબોર્ડ લેઆઉટ ઈનોવા હાઈક્રોસ જેવું જ હશે, પરંતુ તે નવી કેબિન થીમ મેળવી શકે છે. આ સિવાય કારને પ્રીમિયમ બનાવવા માટે સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વિશાળ પેનોરેમિક સનરૂફ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને પાવર્ડ ટેલગેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.

કારમાં ત્રણ રો સાથે કેપ્ટન સીટનો વિકલ્પ પણ મળશે. સુરક્ષા માટે, 6 એરબેગ્સ, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ (VSC), આગળ અને પાછળના પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવશે. Advanced Driver Assistance System (ADAS) મેળવનાર મારુતિની આ પહેલી કાર હશે.

મારુતિ સુઝુકી ભારતીય બજારમાં 6 EV લોન્ચ કરશે
આવનારા સમયમાં કંપનીનું ફોકસ ગ્રીન એનર્જી પર રહેશે. આ અંતર્ગત હવે તે ગાયના છાણમાંથી બનેલા બાયો ગેસ પર પોતાની કાર ચલાવવાની તૈયારી કરી રહી છે. આ સાથે જ ભારતીય કાર તેના 6 ઈલેક્ટ્રિક વાહનોને બજારમાં ઉતારશે.

SMCનું કહેવું છે કે અમે વિવિધ દેશોની સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકના આધારે વર્ષ 2070 સુધીમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવા પર કામ કરી રહ્યા છીએ. આ માટે જાપાન-યુરોપમાં 2050 અને ભારતમાં 2070નો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. કાર્બન ન્યુટ્રલ પોર્ટફોલિયો હાંસલ કરવા માટે કંપની 4.5 ટ્રિલિયન યેન (આશરે રૂ. 2.82 લાખ કરોડ)નું રોકાણ કરશે. કંપનીએ રૂ. 4.39 લાખ કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક રાખ્યો છે.

પ્રથમ ઇલેક્ટ્રિક કાર 2024માં આવશે
​​​​​​​
SMC ટોયોટા-સુઝુકી ભાગીદારી હેઠળ 6 ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. 2024માં તે ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરશે. આ પછી, 2030 સુધીમાં આગામી 5 કાર ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે.


Spread the love

Related posts

અમેરિકામાં ટેસ્લાએ ​​​​​​​22 લાખ ગાડીઓ પાછી ખેંચી:ડેશબોર્ડ પર ફોન્ટની સાઈઝ ખોટી હતી, આ અકસ્માતમાં પરિણમી શકે છે; કંપની સમસ્યાનું સમાધાન કરશે

Team News Updates

1.76 લાખ કરોડના ગોદરેજ ગ્રુપના પડી શકે છે ભાગલા, 126 વર્ષ જૂની છે કંપની

Team News Updates

BUSINESS:બિઝનેસ ક્લાસ ઈન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં મળશે : કંપની ભારત-મધ્ય એશિયા વચ્ચે ફ્લાઇટ પણ શરૂ કરશે,શરૂઆત દિલ્હી-મુંબઈ રૂટથી

Team News Updates