અમેરિકાની GE એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ફાઈટર પ્લેન એન્જિન બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. GEએ આ અંગેના MOUની માહિતી આપી છે. GEના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેના ફાઈટર પ્લેન એન્જિનનો ઉપયોગ કરશે. મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન થયેલા આ કરારને GEએ ઐતિહાસિક ગણાવ્યો છે.
સમાચાર એજન્સી ANIએ વ્હાઇટ હાઉસને માહિતી આપી છે કે રાષ્ટ્રપતિ જો બાઈડન અને વડાપ્રધાન મોદી એક સંયુક્ત નિવેદનમાં ભારતને સશસ્ત્ર ડ્રોન વેચવાની જાહેરાત કરશે.