News Updates
NATIONAL

ગુજરાતમાંથી ચોરેલાં નોટોનાં બંડલો બિહારમાંથી મળ્યાં:ગાદલામાં રૂપિયા ભરીને ઉપર સૂઈ ગયો હતો; થ્રિલર ફિલ્મની જેમ પોલીસે આરોપીને દબોચી લીધો

Spread the love

ભોજપુરમાં પોલીસે ગાદલું ફાડીને 8 લાખ રોકડા જપ્ત કર્યા હતા. આ રૂપિયા ચોરીના છે અને આરોપીના પિતા નોટોના પલંગ પર આરામ કરી રહ્યા હતા. ગુજરાતમાં 36 લાખની ચોરી થઈ હતી, જેના તાર બિહાર સાથે જોડાયેલા હતા.

તપાસ દરમિયાન ભોજપુર પોલીસની વિશેષ ટીમ આરોપીના ઘરે પહોંચી હતી. ટીમ આખા ઘરની તપાસ કરતી રહી અને આરોપી નવા ગાદલા પર આરામ કરતો રહ્યો. ઘણી શોધખોળ બાદ પણ પોલીસ કશું શોધી શકી નથી. અચાનક પોલીસને નવા ગાદલા પર શંકા ગઈ. પછી શું હતું, જ્યારે પોલીસે ગાદલાના ટાંકા હટાવવાનું શરૂ કર્યું ત્યારે અંદરથી 500ની નોટોનાં બંડલ બહાર આવવા લાગ્યાં. ચાલો… આપણે તબક્કાવાર સમજીએ કે ગુજરાતમાં ચોરીનું બિહાર કનેક્શન શું છે.

ગુજરાતમાં એક દુકાનમાંથી રૂપિયા 36 લાખની ચોરી થઈ હતી
આ સમગ્ર મામલો ધનગઈ પોલીસ સ્ટેશન વિસ્તારના દલીપપુર ગામના રહેવાસી સત્યેન્દ્ર નારાયણ સિંહના પુત્ર બિટ્ટુ કુમાર સાથે સંબંધિત છે. આરોપી બિટ્ટુ ગુજરાતના કાપડના વેપારી દીપકભાઈ ભંડારીની દુકાનમાં સ્ટાફ તરીકે કામ કરતો હતો. મોકો મળતાં ગત 15મી જૂને રાત્રે બિટ્ટુ દુકાનમાં રાખેલા 36 લાખ 70 હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. આ પછી 16 જૂનના રોજ વેપારીએ સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

નવો ફોન પોલીસને ભોજપુર લઈ આવ્યો
ગુજરાત પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં આરોપી બિટ્ટુની ઓળખ કરી હતી. ત્યાર બાદ તેની શોધખોળ કરીને ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગુજરાત પોલીસને જાણવા મળ્યું કે ફરાર થયા બાદ આરોપીએ સુરતમાં જ એક દુકાનમાંથી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ખરીદ્યો હતો. એ બાદ પોલીસે મોબાઈલ શોપમાંથી આરોપીના મોબાઈલનો આઈએમઈઆઈ નંબર લીધો હતો.

આરોપીએ સિમ નાખીને મોબાઈલ એક્ટિવેટ કર્યો હતો. પોલીસે મોબાઈલ ટ્રેકર દ્વારા તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું. તપાસ દરમિયાન ગુજરાત પોલીસે આ ઘટનાનું ભોજપુર જિલ્લાના ધનગાઈ સાથે કનેક્શન હોવાનું જણાવ્યું હતું.

આ પછી ગુજરાત પોલીસે ભોજપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. આ પછી એક ટીમે લલિતપુર ગામમાં મુખ્ય આરોપી બિટ્ટુ કુમારના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બિટ્ટુ કુમારના પિતા સત્યનારાયણ ચૌધરી રૂપિયા ભરેલા ગાદલા પર આરામથી સૂતા હતા.

નવા ગાદલાએ રહસ્ય ખોલ્યું
ઘરની તલાશીમાં કશું ન મળતાં ટીમને નવા ગાદલા પર શંકા જતાં ટીમે ગાદલું ફાડ્યું હતું. ગાદલામાંથી પાંચસો રૂપિયાના કુલ 7 લાખ 94 હજાર રૂપિયા મળ્યા હતા. દલિપપુર ગામનો રહેવાસી મૃત્યુંજય ચૌધરી આરોપી બિટ્ટુના પિતાના કહેવા પર ચોરાયેલા મોબાઈલ સાથે તેના ઘરેથી ઝડપાયો હતો. એ જ સમયે ભોજપુર પોલીસે ધરપકડ કરાયેલા આરોપી બિટ્ટુના પિતા સત્યેન્દ્ર નારાયણ સિંહ અને મૃત્યુંજય ચૌધરીને રિકવર કરાયેલાં નાણાં સાથે ગુજરાત પોલીસને સોંપ્યાં હતાં.


Spread the love

Related posts

UPમાં એન્કાઉન્ટરનો સિલસિલો, ગેંગસ્ટર અનિલ દુજાના ઠાર:18 હત્યા સહિત 62 કેસ, સુંદર ભાટી પર AK-47થી હુમલો કર્યો હતો; STFની કાર્યવાહીમાં માર્યો ગયો

Team News Updates

સૌથી ધનિક મંદિર વિશ્વનું તિરુપતિ મંદિર: 11 ટન  સોનું ,બેન્ક બેલેન્સ વધીને 18,817 કરોડ થયું હતું;1161 કરોડની FD કરવામાં આવી

Team News Updates

વસંતનાં વધામણા:મથુરાથી લઈ વૃંદાવન સુધી ઉત્સવનો ગુલાલ,વ્રજમાં 40 દિવસ સુધી ફાગણ મહોત્સવ

Team News Updates