News Updates
NATIONAL

અમેરિકન પત્રકારે મુસ્લિમોના અધિકાર અંગે પૂછ્યો પ્રશ્ર, જાણો પીએમ મોદીએ શું આપ્યો જવાબ?

Spread the love

વડાપ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું અને પીએમ મોદીની સરખામણી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી હતી. તેમણે ભારતમાં લઘુમતી મુસ્લિમોના અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો અને રાષ્ટ્રપતિ બાઈડનને ભારતના મુસ્લિમ લઘુમતીઓનો મુદ્દો પીએમ મોદી સાથે ઉઠાવવાની સલાહ આપી. કેટલાક યુએસ સાંસદોએ ભારતમાં લઘુમતીઓ પર અત્યાચારનો આરોપ લગાવતા પીએમ મોદીના ભાષણનો બહિષ્કાર કર્યો હતો.

ઇલ્હાન ઉમર સહિત કેટલાક અમેરિકી સાંસદોએ ભારતમાં લઘુમતીઓ પર અત્યાચારનો આરોપ લગાવતા પીએમ મોદીના ભાષણનો બહિષ્કાર કર્યો હતો, ત્યારબાદ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ મુસ્લિમો વિશે પ્રશ્નો પૂછવાની વાત કરી હતી. આ સમગ્ર ચર્ચા વચ્ચે જ્યારે પીએમ મોદી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા ત્યારે એક પત્રકારે તેમને આ અંગે સવાલ પૂછ્યો.

પીએમ મોદીને પૂછવામાં આવ્યો સવાલ

વાસ્તવમાં, વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા, જ્યાં અમેરિકન પત્રકારોએ તેમને પ્રશ્રો પૂછવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એક પત્રકારે પૂછ્યું કે દુનિયાભરના નેતાઓએ લોકશાહી બચાવવાનો સંકલ્પ લીધો છે. તો તેવામાં તમે અને તમારી સરકાર મુસ્લિમો અને અન્ય લઘુમતીઓના અધિકારોના રક્ષણ અને વાણી સ્વાતંત્ર્યને બચાવવા માટે શું કરી રહ્યા છો?

ભેદભાવનો કોઈ સવાલ જ નથી – પીએમ મોદી

આ પ્રશ્નના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકશાહી અમારી નસ નસમાં છે અને જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે કોઈની સાથે ભેદભાવ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મોદીએ કહ્યું કે અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના સિદ્ધાંત પર ચાલે છે અને ભારતના લોકશાહી મૂલ્યોમાં કોઈ ભેદભાવ નથી. પીએમ મોદીએ કહ્યું, “લોકશાહી અમારી નસોમાં છે. અમે લોકશાહીને જીવીએ છીએ. અમારા વડવાઓએ બંધારણને શબ્દ સ્વરૂપે રજૂ કર્યું છે. જ્યારે અમે લોકશાહી જીવીએ છીએ, ત્યારે ભેદભાવનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી.”

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ બીજી વખત યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને સાંસદોએ મોદી-મોદીના નારા લગાવ્યા. જો કે, આ દરમિયાન ઘણા અમેરિકન નેતાઓએ ભારતમાં લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમોના અધિકારો વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ પણ કહ્યું કે તેમણે પીએમ મોદી સાથે વાત કરી હોત તો તેમણે તેમની સમક્ષ ભારતમાં મુસ્લિમોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હોત.


Spread the love

Related posts

લોકો શા માટે ઇકો ફ્રેન્ડલીને બદલે POPથી બનેલા ‘બાપ્પા’ને લાવી રહ્યા છે?

Team News Updates

Jammu Kashmir:સ્કૂલનાં વિદ્યાર્થીઓ સહિત બોર્ડમાં 11 લોકો હતા, 7ને બચાવ્યા,4નાં મોત ;શ્રીનગરની જેલમ નદીમાં બોટ પલટી

Team News Updates

Horocscope:અધુરા કાર્ય થશે પૂરા, આ રાશિના જાતકોને આજે 

Team News Updates