News Updates
ENTERTAINMENT

દુલીપ ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ:નોર્થ ઝોને 540 રન બનાવ્યા, 3 ખેલાડીઓએ સદી ફટકારી; સેન્ટ્રલ ઝોનની 124 રનની લીડ

Spread the love

ભારતની ડોમેસ્ટિક સિઝનની શરૂઆત દુલીપ ટ્રોફીથી થઈ છે. ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ અલુર અને બેંગલુરુમાં ચાલી રહી છે. મેચના બીજા દિવસે ગુરુવારે સેન્ટ્રલ ઝોન અને નોર્થ ઝોને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.

કર્ણાટકના અલુરમાં પ્રથમ ક્વાર્ટર ફાઈનલમાં સેન્ટ્રલે પૂર્વ ઝોન પર 124 રનની લીડ મેળવી હતી. બેંગલુરુમાં ચાલી રહેલી બીજી ક્વાર્ટર ફાઈનલમાં નોર્થ ઝોને તેનો પ્રથમ દાવ 540 રનમાં ડિકલેર કર્યો હતો. બીજા દિવસની રમતના અંતે, નોર્થ ઈસ્ટ ઝોને 65 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, તે હજુ 475 રનથી પાછળ છે.

QF-1: પૂર્વ ઝોન 122 રનમાં આઉટ થઈ ગયું
બીજા દિવસે, પૂર્વ ઝોને 32/2ના સ્કોર સાથે તેમનો દાવ ચાલુ રાખ્યો હતો. પરંતુ સુદીપ કુમાર ઘરમી (27 રન) અને શાહબાઝ નદીમ (17 રન) વહેલા આઉટ થઈ ગયા હતા. પ્રથમ દિવસના સ્કોરમાં સુદીપે 8 જ્યારે નદીમે 11 રન ઉમેર્યા હતા. આ બંને બાદ રિયાન પરાગે ઇનિંગની કમાન સંભાળી હતી, પરંતુ તે પણ 33 રન બનાવીને આઉટ થયો હતો. તેના સિવાય મણિશંકર મુરાસિંહે 30 રન બનાવ્યા હતા.

ઈસ્ટ ઝોનની ટીમ 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, આમ સેન્ટ્રલ ઝોનને પ્રથમ દાવમાં 60 રનની લીડ મળી હતી. સેન્ટ્રલ ઝોન તરફથી ફાસ્ટ બોલર આવેશ ખાન અને સ્પિનર ​​સૌરભ કુમારે 3-3 વિકેટ લીધી હતી. શિવમ માવીને બે અને યશ ઠાકુરને એક વિકેટ મળી હતી, જ્યારે એક બેટર રન આઉટ થયો હતો.

સેન્ટ્રલ ઝોન – બીજા દાવમાં 64/0
પ્રથમ દાવમાં 60 રનની લીડ લીધા બાદ સેન્ટ્રલ ઝોને સ્ટમ્પ સુધી નુકશાન વિના 64 રન બનાવ્યા હતા. ઓપનર હિમાંશુ મંત્રી 25 અને વિવેક સિંહ 34 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ટીમની કુલ લીડ 124 રનની થઈ ગઈ છે. સેન્ટ્રલ ઝોન પ્રથમ દાવમાં 182 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જ્યાં ઈસ્ટ ઝોનના મણિશંકર મુરાસિંહે 5 વિકેટ ઝડપી હતી.

QF-2: નોર્થ ઝોનના 3 ખેલાડીઓની સદી
બેંગલુરુમાં ક્વાર્ટર ફાઈનલ મેચના બીજા દિવસે નોર્થ ઝોને તેનો પ્રથમ દાવ 540/8 પર ડિકલેર કર્યો હતો. નિશાંત સિંધુએ 150 અને હર્ષિત રાણાએ 122 રન બનાવ્યા હતા. પુલકિત નારંગે પણ 46 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ માટે પ્રથમ દિવસે ધ્રુવ શોરે (135 રન) સદી ફટકારી હતી.

નોર્થ ઈસ્ટ ઝોન તરફથી ફિરોઈજામ જોતિન, એલ કિશન સિંઘા અને ઈમલીવાટી લેમતુરે 2-2 વિકેટ મેળવી હતી.

નોર્થ ઈસ્ટ ઝોન માટે પ્રારંભિક આંચકો
540 રનના જવાબમાં નોર્થ ઈસ્ટ ઝોનને શરૂઆતી આંચકો લાગ્યો હતો. ટીમે માત્ર 65 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર કિશન 5 અને જોસેફ લાલથિંખુમા 4 રન બનાવીને આઉટ થયા હતા. તે જ સમયે કેપ્ટન રંગસેને 15 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. નોર્થ ઝોન તરફથી બલતેજ સિંહ, સિદ્ધાર્થ કૌલ અને હર્ષિત રાણાને એક-એક વિકેટ મળી હતી.

ટીમના નિલેશ લામિછાને 35 અને લેંગલોન્યામ્બા કેશાંગબામ 1 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. બંને ત્રીજા દિવસે નોર્થ ઇસ્ટ ઝોનની ઇનિંગ્સને આગળ ધપાવશે.


Spread the love

Related posts

રાહુલનું પાંચમી ટેસ્ટ રમવા પર સસ્પેન્સ; સારવાર માટે વિદેશ ગયો, ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં માત્ર એક જ મેચ રમી

Team News Updates

28 વર્ષ પછી આવી તક, આજે ભારતમાં મિસ વર્લ્ડ 2024 સેરેમની યોજાશે, જુઓ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રિમિંગ

Team News Updates

ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રુમમાં ગૂંજયુ ‘વિરાટ-વિરાટ’, જાણો શું કહ્યું કેપ્ટન ધોનીએ?

Team News Updates