News Updates
JUNAGADH

વિલિંગડન ડેમનાં આકાશી દૃશ્યો:ખળખળ વહેતું પાણી, ચારેતરફ ડુંગરા અને લીલોતરી સાથે મન મોહી લે એવો અદભુત નજારો

Spread the love

રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા ચાર-પાંચ દિવસથી મેઘમહેર થઈ રહી છે. ત્યારે છેલ્લા બે દિવસથી જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સતત વરસાદ વરસતાં નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેને લઈ જૂનાગઢનો પ્રખ્યાત વિલિંગડન ડેમ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો છે. જેને લઇને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ખળખળ વહેતું પાણી, ચારેતરફ ડુંગરા અને લીલોતરી સાથે મન મોહી લે એવા વિલિંગડન ડેમના આહલાદક કુદરતી દૃશ્યો જોવા મળી રહ્યાં છે. આ નજારો જોવા આસપાસથી મોટી સંખ્યામાં લોકો ડેમ સાઈટ પર ઊમટી રહ્યા છે.

પ્રથમ વરસાદમાં જ વિલિંગડન ડેમ છલકાયો
જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે. ગીર જંગલ વિસ્તારમાં કાળાં ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. ગિરનાર પર સારો એવો વરસાદ વરસ્યો હોવાથી એનું પાણી ઝરણાઓ મારફત વહેતું થયું હતું, જેને પગલે આ પ્રખ્યાત વિલિંગડન ડેમ છલકાયો છે. જેથી આહલાદક દૃશ્યો જોવા મળી રહ્યાં છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદમાં જ વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે આ ડેમનાં અદભુત દૃશ્યો જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકો ઊમટી રહ્યા છે.

ડેમ છલકાતાં આહલાદક નજારો
પ્રથમ વરસાદમાં જ વિલિંગડન ડેમ છલકાતાં તેમાંથી વહેતા પાણીના ધોધનાં આહલાદક દૃશ્યો, ચોતરફ ડુંગરાઓએ ઓઢેલી લીલી ચાદર અને આ બાજુ છલકાયેલા ડેમનાં દૃશ્યો મન મોહી લે છે. તો વરસાદી માહોલના લીધે ડેમ અને નદીની આસપાસના વિસ્તારોમાં કુદરતી લીલોતરી સોળે કળાએ ખીલી ઊઠી છે.

વિલિંગડન ડેમ વિષે
વિલિંગડન ડેમ કાળવા નદી પર કે જ્યાં તે ઉદ્ભવે છે તેના પર જૂનાગઢના લોકો માટે પીવાના પાણીના એક જળાશય તરીકે બાંધવામાં આવ્યો હતો. તેનું નામ ભારતના તત્કાલીન ગવર્નર લોર્ડ વિલિંગડનના નામ પરથી પાડવામાં આવ્યું હતું. ડેમ નજીક, 2,779 ફીટ (847 મીટર) ઊંચાં પગથિયા જમીયલ શાહ દાતારના પ્રસિદ્ધ મંદિર સુધી જાય છે, જ્યાં હિંદુ અને મુસ્લિમ ભક્તો બંને શ્રદ્ધા ધરાવે છે.


Spread the love

Related posts

JUNAGADH:યુવકનો મૃતદેહ મળ્યો વિલીંગ્ડન ડેમમાંથી ;જૂનાગઢ શહેર નજીક આવેલા વિલીંગ્ડન ડેમમાં 24 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી

Team News Updates

JUNAGADH:અગ્નિસંસ્કાર હવે પશુના પણ થશે!જૂનાગઢમાં ગેસ આધારિત ભઠ્ઠી કાર્યરત રાજ્યમાં સૌ પ્રથમ કરવામાં આવી,પશુઓના મૃતદેહનો નિકાલ કરાશે

Team News Updates

વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા ‘મોક્ષરથ’ તેમજ ‘નાગરિક સુવિધા કેન્દ્ર’નું કરાયું લોકાર્પણ

Team News Updates