News Updates
RAJKOT

ધો.10ના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત, LIVE દૃશ્યો:રાજકોટ નજીક રીબડા SGVPમાં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી વખતે વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો, એકનો એક પુત્ર ગુમાવતાં પરિવાર પર આભ ફાટ્યું

Spread the love

રાજકોટ નજીક રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે ગુરુકુળમાં ધો. 10માં અભ્યાસ કરતા ધોરાજીના મૂળ દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઊઉપડતા ઢળી પડ્યો હતો, આથી ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. દેવાંશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ સારવાર મળે એ પહેલાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. દેવાંશનું હાર્ટ-એટેકથી મોત થયાનું તબીબોએ જણાવ્યું છે. એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી.

દેવાંશ બે મિત્રો સાથે કાર્યક્રમની તૈયારી કરતો
આજે ગુરુપૂર્ણિમા અંગે ગુરુકુળમાં કાર્યક્રમ હતો, આથી દેવાંશ અન્ય બે મિત્રો સાથે મળી પોડિયમ ઉપાડી બાજુ પર મૂકી કાર્યક્રમની તૈયારી કરતો હતો. ત્યારે અચાનક તે પડી જતાં તે બેભાન થઈ ગયો હતો. તેને હોસ્પિટલમાં ખસેડવા દરમિયાન સારવાર મળે એ પહેલા જ મોત નીપજતાં પરિવારના કુલદીપક સમાન એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું.

સામાન્ય યુવાન કરતાં દેવાંશના હૃદયનું વજન બેગણું
રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, દેવાંશને અગાઉથી જ હૃદયની બીમારી હોઈ શકે છે. પ્રાથમિક રીતે જોતાં સામાન્ય યુવાનના હૃદય કરતાં બમણું વજન દેવાંશના હૃદયનું જોવા મળ્યો છે. બીમારી અગાઉથી પણ હોઈ શકે છે, પરંતુ આજે અચાનક આવેલા મોતનું કારણ શું છે એ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સચોટ કારણ સામે આવી શકે એમ છે.

દેવાંશ સ્ટેજ પર મિત્રો સાથે પોડિયમ લગાવતો હતો
દેવાંશ વીંટુભાઈ ભાયાણી આજે સવારના 8.30 વાગ્યા આસપાસ તેમના સાથી વિદ્યાર્થી મિત્રો સાથે મળી ગુરુપૂર્ણિમા કાર્યક્રમની તૈયારી કરી રહ્યો હતો. એ દરમિયાન તે 3 મિત્ર સાથે મળી સ્ટેજ પર પોડિયમ લગાવી રહ્યો હતો અને અચાનક તેને છાતીમાં દુખાવો ઊપડતાં તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેની સારવાર કારગત નીવડે એ પહેલાં જ તેણે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બાદમાં બનાવ અંગે જાણ થતાં પોલીસે દેવાંશના મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી
છે.

ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો
આજે ઠેર-ઠેર શાળા-કોલેજોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ-ગોંડલ રોડ પર રીબડા નજીક આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં જ ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો છે.

પિતા પ્લાસ્ટિક બનાવવાનું કારખાનું ચલાવે છે
દેવાંશના પિતા વીંટુભાઈ ભાયાણી ધોરાજીમાં ભૂમિ પોલિમર પ્લાસ્ટિક પાઇપ બનાવવાનું કારખાનું ધરાવે છે અને આજે તેમનો એકનો એક દીકરો દેવાંશ અચાનક મૃત્યુ પામતાં સમગ્ર ભાયાણી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.


Spread the love

Related posts

રાજકોટમાં ભાતીગળ લોકમેળાની તૈયારી શરૂ:ધંધા માટેના સ્ટોલ્સ અને પ્લોટની ફાળવણી માટે અરજીપત્રકનું આજથી વિતરણ, 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરાશે

Team News Updates

પ્યાસીઓ તરસ્યા રહેશે!!: શાપર પોલીસે 20,000 દારૂની બોટલ પર બુલડોઝર ફેરવ્યુ

Team News Updates

આગામી સાત દિવસ નવનિર્મિત શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલયમાં ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવશ્રી ની ભવ્યાતિભવ્ય ઉજવણી

Team News Updates