News Updates
NATIONAL

પંકજા મુંડેએ કહ્યું- સોનિયા-રાહુલને સામેથી જોયા પણ નથી:કોંગ્રેસમાં જોડાવાની વાત અફવા; ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે હું માનહાનિનો કેસ કરીશ

Spread the love

ભાજપના રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડેએ કોંગ્રેસમાં જોડાવાના સમાચારને ફગાવી દીધા છે. ચર્ચા હતી કે પંકજા ભાજપ છોડવાના છે અને તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા છે. આ અંગે પંકજાએ કહ્યું કે, તે ક્યારેય રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીને મળી નથી. આજ સુધી બંનેને સામસામે જોયા પણ નથી.

પંકજાએ કહ્યું, આ સમાચાર કોણ ચલાવી રહ્યા છે. તે બધા ખોટા છે. પંકજાએ ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવાની પણ વાત જણાવી છે.

મીડિયા ચેનલોને અપીલ, પ્રશ્નાર્થ ચિહ્ન ન મૂકશો
શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પંકજાએ કહ્યું કે, હું મીડિયા ચેનલોને કહેવા માંગુ છું કે પ્રશ્નાર્થ ચિન્હ લગાવીને કોઈની કારકિર્દી ખતમ ન કરો. આવા સમાચાર તદ્દન ખોટા છે. પંકજાએ વધુમાં કહ્યું કે, મારા નિવેદનોને તોડી-મરોડીને બતાવીને મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મુંડેએ કહ્યું, હું સોગંધ ખાઈને કહું છું કે મેં ક્યારેય પાર્ટીના કોઈ નેતા સાથે તેમની પાર્ટીમાં જોડાવાની વાત કરી નથી. જે ચેનલ આ સમાચાર ચલાવી રહી છે તેને હું માનહાનિની ​​નોટિસ મોકલીશ.

20 વર્ષથી રજા લીધી નથી, હવે બ્રેકની જરૂર છે
પંકજાએ વધુમાં કહ્યું કે, મને ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું હતું અને પછી ફોર્મ ભરવાની 10 મિનિટ પહેલા ના પાડી દીધી હતી. પણ હું સ્વીકારું છું. આ પાર્ટીનો નિર્ણય છે.

તેમણે વધુમાં કહ્યું કે, મેં મારી 20 વર્ષની રાજકીય કારકિર્દીમાં રજા લીધી નથી પરંતુ હવે લાગે છે કે એક-બે મહિનાની રજા લેવાની જરૂર છે.

ભાજપ સાથે હાથ મિલાવવ બાબતે ભાઈ ધનંજયને તિલક કર્યું
આ દરમિયાન પંકજા મુંડેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે પોતાના ભાઈ ધનંજય મુંડેને તિલક કરી રહી છે. અજિત પવારના જૂથે શિંદે સરકારને સમર્થન આપ્યા બાદ ધનંજય મુંડેએ મંત્રી તરીકે શપથ લીધા છે. પંકજાએ તેમના ભાઈના મંત્રી બન્યા બાદ ઘણી ખુશી વ્યક્ત કરી હતી. તેનો વીડિયો ધનંજયે પોતાના ટ્વિટર પર શેર કર્યો છે.

નીલમ ગોરહે શિંદે જૂથમાં જોડાયા
આ દરમિયાન શિવસેનાના નેતા નીલમ ગોરહે આજે બપોરે શિવસેના શિંદે જૂથમાં જોડાયા હતા. નીલમ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ છે, હવે આ પદ ઉદ્ધવ જૂથના હાથમાંથી નીકળી જશે.

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી પંકજા મુંડેએ 1 જૂનના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તે ભાજપની છે પરંતુ ભાજપ તેમની પાર્ટી નથી. દિવંગત બીજેપી નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ લાઈમલાઈટથી દૂર રહી છે. તે 2014 થી 2019 વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી રહી ચુકી છે.


Spread the love

Related posts

Banaskantha:ભેળસેળ સામે આવી ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં,દંડ ફટકારાયો

Team News Updates

મણિપુર હિંસા પર ગૃહમંત્રી અમિત શાહની સીધી નજર, ગંભીરતાને પારખી કર્ણાટક પ્રવાસ રદ્દ

Team News Updates

4 હજાર શ્રદ્ધાળુઓ ફસાયા બદ્રીનાથ માર્ગ પર ભૂસ્ખલનને કારણે ,800 ગામોમાં પૂર UPના ;3 ફૂટ પાણી દિલ્હી-લખનઉ હાઈવે પર

Team News Updates