News Updates
BUSINESS

HDFCએ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો:બેંકમાંથી ઓટો, હોમ અને પર્સનલ લોન લેવી મોંઘી થઈ, જૂના ગ્રાહકોનો EMI પણ વધશે

Spread the love

HDFC બેંકે લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જેના કારણે કાર લોન, હોમ લોન, પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોનનો EMI વધ્યો છે. HDFC બેંકની વેબસાઈટ અનુસાર, નવા દરો 7 જુલાઈ, 2023થી લાગુ થશે.

બેંકે તેની કેટલીક ટર્મ લોન પર માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ્સ (MCLR)માં 15 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. MCLR નક્કી કરતી વખતે ઘણા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં ડિપોઝિટ રેટ, રેપો રેટ, ઓપરેટિંગ કોસ્ટ અને કેશ રિઝર્વ રેશિયો જાળવવાની કિંમતનો સમાવેશ થાય છે.

MCLR માં ઘટાડો અથવા વધારો થતા EMIને અસર કરે છે
રેપો રેટમાં ફેરફારની અસર MCLRને કરે છે અને MCLRમાં ફેરફાર લોનના વ્યાજ દરને અસર કરે છે. જ્યારે તે વધે છે અથવા ઘટે છે, ત્યારે લોન લેનારાની EMI પણ વધે છે અથવા ઘટે છે.

બેંકના આ નિર્ણય બાદ હવે ગ્રાહકે હોમ, ઓટો અને પર્સનલ સહિત તમામ પ્રકારની લોન લેવા પર વધુ વ્યાજ ચૂકવવું પડશે, જ્યારે જૂના ગ્રાહકનો EMI પણ વધશે.

HDFC બેંકનું નવું MCLR
બેંકનો રાતોરાત MCLR 15 bps વધારીને 8.10% થી 8.25% કરવામાં આવ્યો છે. HDFC બેંકનો એક મહિનાનો MCLR 8.20% થી 10 bps વધીને 8.30% થયો છે. 3-મહિનાનો MCLR પણ અગાઉના 8.50% થી 10 બેસિસ પોઈન્ટ્સ વધીને 8.60% પર છે.

6 મહિનાનો MCLR અગાઉ 8.85% થી માત્ર 5 bps વધીને 8.90% થયો છે. જો કે, MCLR એક વર્ષથી વધુ સમય માટે બદલાશે નહીં. એક વર્ષનો MCLR 9.05% છે.

HDFC અને HDFC બેંક 1 જુલાઈના રોજ મર્જ કરવામાં આવી હતી
હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) અને HDFC બેંકનું 1 જુલાઈના રોજ મર્જર થયું છે. HDFC અને HDFC બેંકે 4 એપ્રિલ 2022ના રોજ મર્જરની જાહેરાત કરી હતી. મર્જરનો ઉદ્દેશ HDFC બેંકની વધુને વધુ શાખાઓમાં હાઉસિંગ લોન ઉપલબ્ધ કરાવવાનો છે.

HDFCના શેરનું ડિલિસ્ટિંગ 13 જુલાઈથી લાગુ થશે. એટલે કે, આ તારીખથી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના શેર સ્ટોક એક્સચેન્જમાંથી દૂર કરવામાં આવશે. સંયુક્ત કંપનીના શેર 17 જુલાઈથી ટ્રેડ થશે.


Spread the love

Related posts

આખરે ક્યારે મળશે સબસિડીના નાણા ? EV કંપનીઓ જોઇ રહી છે રાહ

Team News Updates

પંપ બનાવતી આ કંપનીને મળ્યો કરોડોનો ઓર્ડર, શેર માર્કેટ ખુલતાની સાથે જ આ સ્ટોક પર રાખો નજર

Team News Updates

Ola S1X ઇલેક્ટ્રિક સ્કૂટર 4kWh બેટરી પેક સાથે લોન્ચ:8 વર્ષની વોરંટી સાથે ₹1.10 લાખની કિંમત, ફુલ ચાર્જમાં 190KM રેન્જનો દાવો

Team News Updates