મંતવ્ય ન્યુઝ દ્વારા ૭૫ લાખ વૃક્ષો વાવો અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મંતવ્ય ન્યુઝ દ્વારા ગુજરાત રાજ્યમાં ૭૫ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભ શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ ગુજરાત સરકારના મંત્રીઓ, ધારાસભ્યઓના હસ્તે વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવી રહી છે.આજરોજ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા એસ.આર.પી.ગ્રુપ-૫ ખાતે રાજયકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે વૃક્ષારોપણ કરીને શુભ શરૂઆત કરીને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે એસ.આર.પી.ગ્રુપના સેનાપતિ તેજલબેન પટેલની અધ્યક્ષતામાં કેમ્પસ ખાતે એસ.આર.પી. જવાનો દ્વારા વૃક્ષારોપણ અંતર્ગત ખૂબ જ સરસ કામગીરી કરી હતી. આવનાર સમયમાં પણ આ વૃક્ષારોપણની કામગીરી ચાલુ જ રાખવામાં આવશે.
આજના આ કાર્યક્રમમાં એસ.આર.પી.ના ડી.વાય.એસ.પી. ચંદ્રકાન્ત પટેલ, ગોધરાના ડી.વાય.એસ.પી. પરાક્રમસિંહ રાઠોડ,મંતવ્ય ન્યૂઝના આસીટન્ટ એડિટર પાર્થભાઈ પટેલ સહિત તેમની ટીમ અને એસ.આર.પી. જવાનો આ કાર્યક્રમ હાજર રહીને પંચમહાલ જિલ્લાના વૃક્ષારોપણ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)