સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, ગીર સોમનાથ પોલીસને એક માહિતી મળી હતી કે, ગીર સોમનાથ જીલ્લામાં રહેતો કોઈ ઇસમ સરકારી સંસ્થાઓમાં નોકરી કરતા અધિકારીઓને ફોન કરીને પોતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીનાં પીએ દતાજી બોલેચે તેવું કહી પોતાના જાણીતાઓની બદલી સહીતની ભલામણો આ ઇસમ કરતો હોય તેવી વિગતો મળી હતી.
આ પ્રકારની વિગતોને અનુસંધાને ગીર સોમનાથ એલસીબીનાં ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર વીકે ઝાલાનાં માર્ગદર્શન મુજબ લેસીબી ટીમે દિલીપ નારણભાઈ નંદાણીયા નામના ઇસમને તાલાલાનાં ઉમરેઠી ગામ નજીકથી ઝડપી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ઇસમ દ્વારા રોફ જમાવવા માટે True Caller નામની મોબાઈલ એપ્લીકેશનમાં પ્રોફાઈલમાં ગૃહમંત્રીનો ફોટો તેમજ હર્ષ સંઘવી પીએ રાખી લોકોમાં રોફ જમાવતો.
હાલમાં ગીર સોમનાથ એલસીબીએ આ ઇસમને ઝડપી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.