છત્તીસગઢના બસ્તરમાં સ્થિત ચિત્રકોટ વોટરફોલમાં એક સગીર છોકરી કૂદતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. ચિત્રકૂટ ચોકી પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ 90 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવી હતી. પછી પોતાની મેળે બહાર નીકળી.
પૂછપરછ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે તેને મોબાઇલનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવા બદલ તે માતા-પિતાથી નારાજ હતી. જેના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
લોકો બચાવવા માટે બૂમો પાડતા રહ્યા, પરંતુ તે કૂદી ગઈ
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતી ચિત્રકોટ ગામના પૂજારી પારાની રહેવાસી છે. મંગળવારે અચાનક તે ધોધ પાસે પહોંચી ગઇ. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી ધોધની વચ્ચે એક ખડક પર ઉભી છે.
ત્યાં હાજર લોકો અવાજ આપીને છોકરીને રોકવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તે પહેલાં કોઈ તેના સુધી પહોંચે. તે વહેતા ધોધમાં કૂદી પડે છે. છોકરી થોડા સમય માટે પાણીમાં તરતી રહી. પછી લગભગ 70 ફૂટ પાણી સાથે નીચે પડે છે. પછી સુરક્ષિત રીતે તરીને બહાર નીકળી જાય છે.
પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો
સગીરાએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તે માતા-પિતાથી નારાજ હતી. તેઓએ મોબાઈલ આપ્યો ન હતો. જેના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મેડિકલ ટેસ્ટ બાદ સગીરાને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે.
ધોધની આસપાસ સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી
આ ચિત્રકૂટ ધોધ વરસાદને કારણે ખૂબ જ સુંદર લાગે છે. તેને જોવા માટે દરરોજ હજારો લોકો પહોંચે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રવાસીઓની સુરક્ષા માટે અહીં કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ પહેલાં પણ અહી ઘણી વખત આવા અકસ્માતો થયા છે. આ ધોધને ‘મિની નાયેગ્રા’ પણ કહેવામાં આવે છે.