News Updates
GUJARAT

યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થતા કાલોલ કોલેજનું ગૌરવ

Spread the love

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે ગુજરાત રાજ્ય એન એસ એસ સેલ દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ. જેમાં એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલના વિદ્યાર્થી ગોધરીયા શહેજાદ આઈ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે પસંદગી પામ્યા. આચાર્ય તેમજ સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.

આચાર્ય ડો. કિશોર વ્યાસે જણાવ્યું કે આ ઘટના આનંદદાયક અને ગૌરવપૂર્ણ બની રહી છે. વધુમાં જણાવતા કહ્યું કે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ સમાજ સમક્ષ ઉજાગર થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવું. યુનિવર્સિટીના કુલસચિવ ડો.અનિલ સોલંકી તેમજ એનએસએસ કો-ઓર્ડીનેટર પ્રો. મયંક શાહના હસ્તે વિજેતા થનાર સ્પર્ધકને પ્રમાણપત્ર તેમજ 1500 રૂપિયા નો પુરસ્કાર આપવામાં આવ્યો.

અહેવાલ : ગણપત મક્વાણા (પંચમહાલ)


Spread the love

Related posts

એક વિચાર જે બની ગયો જન આંદોલન, કોઈએ એક લાખ તો કોઈએ એક કરોડ છોડ લગાવ્યા

Team News Updates

વરદી ફાડી નાખી કપલે કોન્સ્ટેબલની : અમદાવાદના બે દંપતી સામે ફરિયાદ;શામળાજીમાં ઝઘડો કરી રહેલા બે કારચાલકને સમજાવવા જતાં કોન્સ્ટેબલ પર હુમલો

Team News Updates

ગુરુ નાનકના ઉપદેશો:જ્યારે સંકલ્પ મજબૂત હોય તો ખરાબ ટેવો પણ છોડી શકાય છે

Team News Updates