News Updates
GUJARAT

પંચમહાલ જિલ્લામાં નારી વંદન સપ્તાહના પ્રથમ દિવસે એમ.એમ.ગાંધી કોલેજ,કાલોલ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

Spread the love

ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫, મહિલાલક્ષી કાયદાઓ,સાયબર ગુનાઓ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી પંચમહાલ દ્વારા નારી વંદન સપ્તાહના પ્રથમ દિવસે આજે એમ.એમ.ગાંધી કોલેજ, કાલોલ ખાતે મહિલા સુરક્ષા દિવસની તરીકે ઉજવણી કરવામાં આવી હતી.આ સાથે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫,મહિલાલક્ષી કાયદાઓ,સાયબર ગુના અંગે જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત ‘નારી વંદન ઉત્સવ રેલી’ અને મહિલા જાગૃતિ રેલી દ્વારા કરવામાં આવી હતી. કોલેજની યુવતીઓ અને મહિલાઓને પોલીસ ઇન્સ્પેકટર મહિલા પોલીસ સ્ટેશન અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા કાયદાકીય (સાયબર ગુનાઓ/એસ.એચ..ઇ ટીમ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લીકેશન ડેમોસ્ટ્રેશન અને ડાઉનલોડ ) મહિલાઓની યોજનાઓના આઇ.ઇ.સી.નું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.



જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા જીલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયે જગૃતતા સેમિનાર યોજવામાં આવ્યો હતો. ઉપરાંત પોલીસ વિભાગના કર્મચારીઓ તથા કોલેજની યુવતીઓ અને મહિલા બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન શાળાના પ્રાંગણમાં પરેડ યોજવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત મહિલા સુરક્ષા અર્થે યોજાયેલ નાટકથી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ૧૮૧ અભયમ, સખીવન સ્ટોપ સેન્ટર, મહિલા સુરક્ષા અંતર્ગત સેલ્ફ ડિફેન્સ, ગુડ ટચ બેડ ટચ અંગે માર્ગદર્શન વગેરે જેવી રસપ્રદ માહિતી યુવતીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ ના કર્મચારીઓ ઉપરાંત ૧૮૧ અભયમ ટીમ, વન સ્ટોપ સેન્ટર, પોલીસ કર્મચારીઓ તથા સુરક્ષાસેતુની ટીમ હાજર રહી હતી. કોલેજની બાલિકાઓએ પ્રાર્થના અને મહાનુભાવોના હસ્તે દિપ પ્રગટાવી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શિક્ષણાધિકારી કલ્પનાબેન જાદવ,પોલીસ ઇન્સ્પેકટર શીતલબેન બુટીયા, દહેજ પ્રતિબંધક અધિકારી સુ.શ્રી.કિરણબેન તરાલ,એડવોકેટ ધારાબેન,સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ સવિતાબેન રાવલ,કોલેજના આચાર્ય જે.એસ.પટેલ સહિત સબંધિત વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)


Spread the love

Related posts

BMW X4 M40i Coupe SUV ₹96.2 લાખમાં લોન્ચ:4.9 સેકન્ડમાં 0-100kmph ની સ્પીડનો દાવો, મર્સિડીઝ-AMG GLC 43 સાથે સ્પર્ધા કરશે

Team News Updates

પોરબંદરની દરિયાઈ જળસીમામાંથી ઝડપાયું કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીની ધરપકડ

Team News Updates

patan:પરિવાર માતાના મઢથી દર્શન કરીને પરત ફરતાં ઇક્કો અને ટેન્કર ભટકાતા ત્રણના મોત,8 ઇજાગ્રસ્ત

Team News Updates