દરેક ક્રિકેટર પોતાની રમતના અંદાજ માટે જાણીતો હોય છે. ક્રિકેટર્સ પોતાની રમત પ્રમાણે ક્રિકેટ બેટનો ઉપયોગ કરતા હોય છે. ચાલો જાણીએ કે ક્રિકેટ ઈતિહાસમાં ક્યા ક્યા ખેલાડીઓએ સૌથી ભારે વજનવાળા બેટનો ઉપયોગ કર્યો છે.
સચિન તેંડુલકર (MRF, Adidas) – ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર બોલર્સની લાઈન અને લેન્થ બગાડવા માટે જાણીતા હતા. એક સમયે સચિને 1.47 કિલોના બેટનો ઉપયોગ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, આ ભારે બેટ MRF-Adidas કંપનીની હતી.
ક્રિસ ગેઈલ (Spartan CG) – વિન્ડિઝ ક્રિકેટર ક્રિસ ગેઈલ યુનિવર્સલ બોસની જેમ સિક્સર ફટકારતો હોય છે. તેણે 1.36 કિલોના Spartan CGનો પણ ઉપયોગ કર્યો છે.
વીરેન્દ્ર સહેવાગ (SG) – હાર્ડ હિટર્સ બેટ્સમેનોના લિસ્ટમાં સામેલ સહેવાગએ વર્ષ 2008માં દક્ષિણ આફ્રીકા સામે 1.35 કિલોના SG બેટનો ઉપયોગ કરીને 319 રન બનાવ્યા હતા.
એમએસ ધોની (Spartan) – અંતિમ ઓવરમાં સિક્સર્સ ફટકારીને ટીમને જીત અપાવવા માટે જાણીતા ધોનીએ 1.27 કિલોના Spartan બેટનો ઉપયોગ કર્યો હતો.
ડેવિડ વોર્નર (Gray Nicolls) – ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર ઓછા બોલમાં વધારે રન બનાવવા માટે જાણીતો છે. તે 1.24 કિલોના બેટનો ઉપયોગ કરતો હોય છે.