News Updates
ENTERTAINMENT

5 વર્ષ બાદ ઈમરાન ખાને શેર કરી પહેલી પોસ્ટ:બોલિવૂડમાં કમબેક અંગે પણ આપ્યો સંકેત, છેલ્લા 8 વર્ષથી ઇન્સ્ટાગ્રામથી હતો દૂર

Spread the love

એક્ટર ઈમરાન ખાને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી લાંબા સમયથી બ્રેક લીધો છે. તે દરેક લાઈમલાઈટથી દૂર જ રહે છે. આ સ્થિતિમાં ફેન્સે ઇમરાન પાસે ઘણી વખત કમબેક કરવા માટે કહ્યું છે. આ સાથે ગુરુવારે ઈમરાને તેમના ફેન્સને એક ખાસ ભેટ આપી છે. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેના દ્વારા તેણે ઈન્ડસ્ટ્રીઝમાં કમબેકની પૃષ્ટિ કરી છે.

ઈમરાને 5 વર્ષ પછી શેર કરી પોસ્ટ, કમબેકની વાત કરી
છેલ્લાં ઘણા સમયથી ઇમરાનને સોશિયલ મીડિયા પર કમબેક કરવા વિનંતી કરતા હતા. આ સ્થિતિમાં એક્ટરે ઇન્સ્ટાગ્રામના નવા ફીચર થ્રેડ્સનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં લખ્યું છે- ‘હું તમને સાંભળું છું અને હું તેના પર કામ કરી રહ્યો છું. આટલા લાંબા સમય સુધી મારી રાહ જોવા બદલ આભાર. ઈમરાનના આ થ્રેડ પર પ્રતિક્રિયા આપતા એક ફેને લખ્યું – ‘અમને લક 2’ જોઈએ છે.
ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સના રિએક્શનનો સ્ક્રીનશોટ શેર કરતા ઈમરાને લખ્યું- ‘મને લાગે છે કે મને થ્રેડ પર પોસ્ટ કરવા માટે આ જ મળ્યું છે.’

ઈમરાન કંગના સાથે ‘કટ્ટી બટ્ટી’માં જોવા મળ્યો હતો, આ ફિલ્મ ફ્લોપ રહી હતી
ઈમરાન ખાને ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે 2015માં એક્ટર છેલ્લે ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’માં જોવા મળ્યો હતો, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી અને ઈમરાને લાંબા સમય સુધી ફિલ્મી પડદા પરથી બ્રેક લીધો હતો.
2018થી ઇમરાન સોશિયલ મીડિયા પર પણ બહુ એક્ટિવ નથી. ગુરુવારે તેમણે 5 વર્ષ પછી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેના ચાહકોને અપડેટ કર્યું કે તે બોલિવૂડમાં તે કમબેક પર કામ કરી રહ્યો છે.

ઇમરાને તેના કમબેક માટે ફેન્સ પાસે રાખી હતી શરત
હાલમાં જ ઇમરાનના ફેન્સે ઝીનત અમાનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર તેની નવી જાહેરાત અંગે કમેન્ટ કરી હતી. ફેને લખ્યું- હવે તો ઝીનત જીએ પણ કમબેક કર્યું છે. ખબર નહીં મારો ઈમરાન ખાન ક્યારે કરશે?
તેના જવાબમાં ઈમરાને કહ્યું- ‘ચાલો અદિતિ, આ વાત ઈન્ટરનેટ પર છોડી દો… જો કમેન્ટ પર 10 લાખ લાઈક્સ આવશે તો હું કમબેક કરીશ.’

ઈમરાન છેલ્લાં ઘણા સમયથી બોલિવૂડ અને ફિલ્મોથી દૂર છે. છેલ્લા ઘણા વર્ષોમાં તેમના અંગત જીવનમાં પણ ઘણા બદલાવ આવ્યા છે. તે તેની પત્ની અવંતિકા મલિકથી અલગ થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસોમાં અભિનેતા અભિનેત્રી લેખા વોશિંગ્ટનને ડેટ કરી રહ્યો છે. જોકે, ઈમરાને હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.


Spread the love

Related posts

2026માં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ પર જોખમ:વિક્ટોરિયા રાજ્યએ બજેટ વધારાને કારણે હોસ્ટ કરવાનો ઇનકાર કર્યો

Team News Updates

રાજ કપૂર અને પ્રેમ ચોપરા છે સાઢુ ભાઈ, ચોપરા પરિવારનું કરિના કપુર સાથે છે ખાસ કનેક્શન ચોપરા પરિવારનો નાનો જમાઈ છે ગુજરાતી

Team News Updates

આર માધવને બેંગલુરુ ટર્મિનલ-2 એરપોર્ટની પ્રશંસા કરી:પીએમ મોદીએ શેર કર્યો અભિનેતાનો વીડિયો, કહ્યું, ‘આ છે નવા ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર’

Team News Updates