News Updates
ENTERTAINMENT

અમદાવાદમાં જામશે પ્રો કબડ્ડીનો જંગ, પ્રો કબડ્ડી લીગની ટિકિટની કિંમત કેટલી હશે, જાણો ઓનલાઈન ટિકિટ ક્યાં બુક કરવી

Spread the love

પ્રો કબડ્ડીની મેચ તમે મોબાઈલ પર પણ જોઈ શકો છો. તમે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર ટીમોને એક્શનમાં જોઈ શકો છો. તેમજ Disney+Hotstar પર સબ્સ્ક્રાઇબ કરો અને પછી એપ ડાઉનલોડ કરો. જ્યાં તમને પ્રો કબડ્ડી લીગની ધમાલ જોવા મળશે.તેમજ તમે ટીવી 9 ગુજરાતી પર કબડ્ડી લીગની તમામ અપટેડ મળતી જોવા મળશે.

પ્રો કબડ્ડી લીગ (PKL)ની દસમી સિઝન 02 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. અમદાવાદમાં રાત્રે 8 વાગ્યાથી ઓપનિંગ મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાશે. PKL 10 ના પહેલા જ દિવસે ડબલ હેડર મેચ થશે. યુ મુમ્બા અને યુપી યોદ્ધાની ટીમો રાત્રે 9 વાગ્યાથી ટકરાશે.

જો તમે અમદાવાદમાં રમાય રહેલી પ્રો કબડ્ડી લીગની મેચ સ્ટેડિયમમાંથી PKL 2023ની મેચ લાઈવ જોવા માંગો છો,પીકેએલ ટિકીટની વાત કરીએ તો નોર્મલ ટિકિટ 450 થી 750 વચ્ચે મળી જશે. તેમજ વીઆઈપીની ટિકિટ પાર્ટર્નર્સ ઓફર પર આપતા હોય છે જે માટે તમારા સતત તેના પર નજર રાખવી પડશે.

PKLની દસમી સિઝન ધમાકેદાર બનવા જઈ રહી છે. ત્યારે તમે ઘરે બેસીને ટિકિટ ખરીદી શકો છો. PKL 10 ના ટિકિટિંગ પાર્ટનર BookMyShow છે. તમે તેની વેબસાઈટ પર જઈને સરળતાથી ટિકિટ ખરીદી શકો છો. તમે તમારી પસંદગીની સીટ પણ પસંદ કરી શકો છો.

તેમજ તમે પીકેએલની વેબસાઈટ પરથી પણ ટિકિટ ખરીદી શકો છો. જો તમે કોઈ પણ ટીમના ચાહક છો તો તમે તે ટીમની આખી સીઝનની મેચ જોવા માટે પાસ પણ ખરીદી શકો છો. જેમાં તમને બમ્પર લાભ પણ મળી શકે છે.

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે પ્રો કબડ્ડીની મેચ 2 ડિસેમ્બરના રોજ શરુ થઈ રહી છે. બીજી મેચ 3 ડિસેમ્બર, 4 ડિસેમ્બર, 5 ડિસેમ્બર, 6 ડિસેમ્બર અને છેલ્લી મેચ 7 ડિસેમ્બરના રોજ રમાશે. આ મેચ રાત્રિના સમયે 8 કલાકે રમાશે. જેને જોવા માટે બુકિંગ શરુ થઈ ચુક્યું છે.


Spread the love

Related posts

RCB:આજે ગુજરાત હારશે તો કોને થશે ફાયદો?કોહલીની ટીમે મોટો કૂદકો મારી ભલભલી ટીમના ધબકારા વધાર્યા:’લક’ બાય ‘ચાન્સ’

Team News Updates

શાહરૂખની પત્ની ગૌરી ખાન પ્રિયંકા-દીપિકા કરતાં વધુ પૈસાદાર, જાણો તેમના બિઝનેસ વિશે

Team News Updates

IND vs BAN:રચ્યો ઈતિહાસ  વિરાટ કોહલીએ,તોડ્યો સચિન તેંડુલકરનો શાનદાર રેકોર્ડ

Team News Updates