News Updates
GUJARAT

લાઈવ લોકેશન શેરિંગ કરનાર પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર:’TVS X’ ફૂલ ચાર્જ પર 140kmની રેન્જનો દાવો, કિંમત છે 2.50 લાખથી શરૂ

Spread the love

ટુ-વ્હીલર નિર્માતા ભારતીય કંપની TVS મોટરે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ‘TVS X’ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે તે લાઇવ લોકેશન શેરિંગ ફીચર સાથે આવનાર ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર છે.

કંપનીએ તેમની એક્સ-શોરૂમ, બેંગલુરુ કિંમત 2.50 લાખ રૂપિયા રાખી છે. આ સાથે આ દેશનું સૌથી મોંઘું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. ‘TVS X’ માટે બુકિંગ ઓપન કરવામાં આવ્યું છે અને નવેમ્બરના અંતથી તબક્કાવાર ડિલિવરી કરવામાં આવશે.

આ કંપનીનું બીજું ઇલેક્ટ્રિક સ્કૂટર છે, આ પહેલા iQubeને 2020માં માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું.

સિંગલ ચેનલ ABS સાથે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર
કંપનીનો દાવો છે કે આ સ્કૂટર સિંગલ ચેનલ ABS અને ક્રૂઝ કંટ્રોલ સાથેનું દેશનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. બ્રેકિંગ માટે TVS Xમાં આગળના ભાગમાં સિંગલ ચેનલ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) સાથે 220mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 195mm નોર્મલ ડિસ્ક બ્રેક છે. આ સિવાય તેમાં ઓટો હોલ્ડ ફંક્શન જેવા સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ છે.

TVS Xના ડિઝાઇન એલીમેન્ટ્સ
TVS X આ મેક્સી સ્ટાઈલનું ઇલેક્ટ્રિક સ્કૂટર કંપની દ્વારા એક્સેલટન પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવ્યું છે. તેમને બનાવવા માટે એલ્યુમિનિયમ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આરામદાયક સવારી માટે પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. તો સીટની ઊંચાઈ 770mm છે.

TVS Xની ડિઝાઇનની વાત કરવામાં આવે તો આગળ વર્ટિકલ LED હેડલાઇટ અને LED DRL આપવામાં આવ્યા છે. તેની હેડલાઇટની બંને બાજુ ઇન્ડિકેટર જોવા મળે છે. ઇલેક્ટ્રિક સ્કૂટરને ચારે બાજુ ખૂબ જ શાર્પ ડિઝાઇન આપવામાં આવી છે જે તેને અલગ બનાવે છે.

TVS X: મોટર, પાવર અને ટોપ સ્પીડ
વધુ સારા પર્ફોર્મન્સ TVS X ને પરમેનન્ટ મેગ્નેટ સિંક્રોનસ એર કૂલ્ડ મોટર આપવામાં આવી છે, જે 11kWનો પાવર અને 40Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. સ્કૂટરમાં ત્રણ રાઇડિંગ મોડ ઉપલબ્ધ છે – Xtide, Xtride, Xonic. કંપનીનો દાવો છે કે સ્કૂટર માત્ર 2.6 સેકન્ડમાં 0-40 kmphની સ્પીડ હાંસલ કરે છે. તેની ટોપ સ્પીડ 105 kmph છે.

TVS X: બેટરી, રેન્જ અને ચાર્જર
મોટરને પાવર કરવા માટે સ્કૂટરને 4.44 kWhની બેટરી આપવામાં આવી છે, જે ફુલ ચાર્જ થવા પર 140 કિમીની દાવાવાળી રેન્જ ધરાવે છે. ચાર્જિંગ વિશે વાત કરવામાં આવે તો, સ્કૂટરને 3000W સ્માર્ટ એક્સ હોમ રેપિડ ચાર્જર વડે 50 મિનિટમાં 0-50% સુધી ચાર્જ કરી શકાય છે. 950W પોર્ટેબલ ચાર્જર 4:30 કલાકમાં 0 થી 80% સુધી ચાર્જ કરે છે, જેની કિંમત રૂ. 16,275 છે. તે જ સમયે ચાર્જ કરવા માટે 3 kW ફાસ્ટ ચાર્જર પણ ઉપલબ્ધ છે.


Spread the love

Related posts

શું તમે પણ વજન ઓછું કરવા માટે સવારના નાસ્તાથી દુર રહો છો, તમારી આ આદત મોંઘી સાબિત થઈ શકે છે

Team News Updates

ધો.10 અને 12નાં પરિણામ મતદાન બાદ જાહેર થશે;પરિણામ માટે વોટિંગ સુધી રાહ જોવી પડશે વિદ્યાર્થીઓને

Team News Updates

રાહુલ ગાંધીની યાત્રામાં ઘૂસેલી ગેંગે લોકોના લાખો ચોરી લીધા; પોલીસે ગેંગને 1.51 લાખ રૂપિયા સાથે ગણતરીના કલાકોમાં દાહોદથી ઝડપી

Team News Updates