છેલ્લા 8 દાયકાથી મુંબઈના રસ્તાઓ પર દોડતી ડબલ ડેકર બસ હવે નહીં દોડે. શુક્રવારે, બસે અગરકર ચોકથી SEEPZ સુધીની છેલ્લી મુસાફરી પૂરી કરી. બસને ફૂલો અને ફુગ્ગાઓથી સજાવીને વિદાય આપવામાં આવી હતી. છેલ્લી વાર મુસાફરી કરવાની રાહ જોતી ભીડ હતી.
સોશિયલ મીડિયા પર લોકોએ આ બસો સાથે જોડાયેલી યાદોને લઈને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ આપી હતી. બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ ટ્વીટર પર બસનો ફોટો શેર કર્યો અને કહ્યું કે, મુંબઈ પોલીસ, હું મારા બાળપણની સૌથી ખાસ યાદોની ચોરીની થઈ ગઈ હોવાનું જાણ કરવા માગુ છું.
એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસો આનું સ્થાન લેશે
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) પ્રદૂષણ ઘટાડવા માટે આ ડીઝલ બસોને ઇલેક્ટ્રિક બસો સાથે બદલી રહી છે. BESTએ તમામ ડીઝલ ડબલ-ડેકર બસોને બંધ કરવાની જાહેરાત કરી હતી, જેનું સ્થાન ઇલેક્ટ્રિક એસી ડબલ-ડેકર બસો દ્વારા લેવામાં આવશે. શહેરમાં આવી 25 બસો દોડી રહી છે.
પ્રદૂષણ ઘટાડવા માટે, ભારત સરકાર 10 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં ડીઝલથી ચાલતી બસોને ઇલેક્ટ્રિક બસો સાથે બદલી રહી છે. 2030 સુધીમાં ડીઝલથી ચાલતી તમામ બસોને ઇલેક્ટ્રિક, સીએનજી બસોથી બદલવામાં આવશે.
મ્યુઝિયમમાં બસ રાખવામાં આવશે
જોકે, મુંબઈની આ ડબલ ડેકર બસોની સફર અહીં પૂરી નહીં થાય. મુંબઈના હોલ ઓફ ફેમમાં તેનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. શહેરની સંસ્કૃતિ દર્શાવવા માટે બેસ્ટની ડીઝલ ડબલ ડેકર બસ મ્યુઝિયમ અથવા ડેપોમાં રાખવામાં આવશે.